Xiaomi launches Mijia Smart Air Conditioner launched,
  • Home
  • Featured
  • Video: xiaomiએ લોન્ચ કર્યું સૌથી સસ્તું સ્માર્ટ AC, ઠંડી-ગરમી બંનેમાં આવશે કામ

Video: xiaomiએ લોન્ચ કર્યું સૌથી સસ્તું સ્માર્ટ AC, ઠંડી-ગરમી બંનેમાં આવશે કામ

 | 6:56 pm IST

ચીનની ઈલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન બ્રાન્ડ xiaomiએ ભારતમાં પોતાનું સ્માર્ટ AC Mijiaને લોન્ચ કર્યું છે. આ સ્માર્ટ એર કન્ડીશનરને ચીનમાં 2,199 યુઆન એટલે કે અંદાજિત 22,300 રૂપિયાની કિંમત વેચવામાં આવે છે.

સ્પેનમાં આ ઈવેન્ટ 24 જુલાઈ, 2018 પર આયોજિત કરાઈ હતી. આ સાથે જ કંપનીએ Mi ઈલેક્ટ્રિક ટૂથબ્રશ અને બે વેરિયન્ટમાં Mi Robot Builder પણ રજૂ કર્યા હતા.xiaomiએ પોતાના બે નવા સ્માર્ટફોન પણ Mi A2 અને Mi A2 Liteને ગ્લોબલી રજૂ કર્યા હતા. આ બંને સ્માર્ટફોનની લાંબા સમયથી ચર્ચા હતી.

આ સ્માર્ટ ACના ફીચર્સની વાત કરીએ તો તેની બોડીને એન્ટી અલ્ટ્રા વોયલટ એબીએસ પોલીમરથી બનાવાઈ છે. સાથે જ તેની ડિઝાઈન પણ આકર્ષક રાખવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ડિઝાઈન માટે ACને ગુડ ડિઝાઈન ગોલ્ડ એવોર્ડ મળ્યો છે.

કંપની આ સ્માર્ટ AC પર 6 વર્ષની વોરંટી પણ આપી રહી છે. આ સ્માર્ટ AC વોલ્ટાસ, લોયડ જેવી બ્રાન્ડ્સને ટક્કર આપી શકે છે. જાણો આ સ્માર્ટ ACના ખાસ ફીચર્સ વિશે. તેના ફ્રંટ પેનલમાં એલઈડી ડિસ્પલે આપેલી છે. યુઝર્સ સરળતાથી તેના તાપમાનને Mi હોમ એપથી કંટ્રોલ કરી શકશે.

ACના અન્ય ફીચર્સની વાત કરીએ તો 1.5 HP DC ઈનવર્ટર કમ્પ્રેસર આપેલું છે, જે એનર્જી એફિશિઅન્ટ છે. સાથે જ તેમાં એન્ટી બેક્ટેરિયલ ફિલ્ટર આપવામાં આવ્યું છે. AC 16 વર્ગ મીટરથી લઈને 21 વર્ગ મીટરના રૂમને કૂલ રાખી શકે છે. તેમાં 900 વોટનું ઈલેક્ટ્રિક હીટર પણ છે. જે ઠંડી દરમિયાન રૂમને ગરમ રાખવામાં મદદ કરશે. કંપનીનું કહેવું છે કે તેમાં એન્ટી બેક્ટેરિયલ ફિલ્ટર આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન