NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 6GB રેમ 128GB મેમોરી સાથે શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો શાનદાર Mi Mix 2

6GB રેમ 128GB મેમોરી સાથે શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો શાનદાર Mi Mix 2

 | 9:39 pm IST

ચાઇનીઝ કંપની શાઓમીએ ભારતમાં MI Mix 2 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન અન્ય સ્માર્ટફોન્સથી દેખાવમાં ઘણો અલગ છે. કારણ કે કંપનીએ આમાં નો-વોટર ડિસ્પ્લે આપ્યું છે. જો તમને યાદ હોય તો આ પહેલા કંપનીએ Mi Mix લોન્ચ કરીને સમગ્ર વિશ્વને ચોકાવી દીધું હતું. જોકે, ત્યારે આ એક કોન્સેપ્ટના રૂપમાં હતો અને આ કોઈ કલ્પનાથી ઓછું નહતું. આ પહેલાના સ્માર્ટફોનમાં બેઝલ જોવા મળતી હતી. હવે કંપનીએ આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી દીધો છે.

આ એક પ્રીમિયમ સ્માર્ટફોન છે અને આના ખાસિયતની વાત કરીએ તો આની ડિસ્પલે 5.99 ઈંચની છે. આ સ્માર્ટફોનું એસ્પેક્ટ રેશ્યો 18:9 છે. કંપની અનુસાર તેમને પહેલા ગૂગલને કહ્યું, પરંતુ આની પરવાનંગી મળી નહી. જોકે, પાછળથી ગૂગલ આ એસ્પેક્ટ રેશ્યો સાથે ડિસ્પલે પર એપ સપોર્ટ આપવા માટે તૈયાર થયું. આમાં 6GB રેમ સાથે 128GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. Mi Mix 2 અગાઉના સ્માર્ટફોનની સરખામણીમાં સ્લિમ છે. આ સુપર બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે જેમાં ફ્રન્ટ અને રિયર કેમેરા પર 18K ગોલ્ડ પ્લેટેડ રિંગ હશે.

સ્પેશિફિકેશનની વાત કરીએ તો આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે અને આમાં ક્વોલકોમની હાઈ એન્ડ પ્રોસેસર Snapdragon 835 ઓક્ટાકોર આપવામાં આવ્યું છે જે આને ફાસ્ટ બનાવશે. શાનદાર કેમેરા માટે કંપનીએ આમાં 4-એક્સિસ ઓપ્ટિકલ ઈમેઝ સ્ટેબ્લાઈઝેશન આપ્યું છે. સેન્સરની વાત કરીએ તો આમાં 1.25 માઈક્રોન લાર્જ પિક્સલ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનનો કેમેરો Mi 6વાળું જ છે અને આમાં 12 એમપીનું સોનીનું સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે આમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Mi Mix 2માં 3,400mAhની બેટરી આપવામાં આવી છે અને આની સાથે ક્વિક ચાર્જ 3.0 સપોર્ટ આપવામાં આવ્યો છે. શાઓમીનો દાવો છે કે, આ સ્માર્ટફોનમાં મોટી ડિસ્પલે હોવા છતાં આ iPhone 7 Plusથી નાનો છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 35,999 છે અને તેનું વેચાણ 17 ઓક્ટોબરથી ભારતમાં શરૂ કરવામાં આવશે. આને ઈ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ સહિત કંપનીના સ્ટોર અને અન્ય વેબસાઇટ પરથી ખરીદી શકશે.