વેલેન્ટાઈન ડે નાં દિવસે Xiaomi લોન્ચ કરશે તેનો શાનદાર સ્માર્ટફોન - Sandesh
  • Home
  • Technology
  • વેલેન્ટાઈન ડે નાં દિવસે Xiaomi લોન્ચ કરશે તેનો શાનદાર સ્માર્ટફોન

વેલેન્ટાઈન ડે નાં દિવસે Xiaomi લોન્ચ કરશે તેનો શાનદાર સ્માર્ટફોન

 | 4:40 pm IST

ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની Xiaomi 14 ફેબ્રુઆરીએ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેવી સંભાવનાં છે આ દિવસે કંપની રેડમી 5 અથવા રેડમી નોટ 5 લોન્ચ કરી શકે છે. વેલેન્ટાઈનનાં દિવસે બપોર 12 વાગે Xiaomi ડિવાઈસ લોન્ચ કરશે.

જો કે, હજું સુધી સત્તાવાર રીતે જણાવામાં નથી આવ્યું પરંતુ કેટલાંક રિપોર્ટનાં અનુસાર, કંપની આ ઈવેન્ટમાં Redmi Note 4 નો સક્સેસર Redmi Note 5 લોન્ચ કરી શકે છે. ફ્લિપકાર્ટ પરથી આ ફોનની ખરીદી કરી શકાશે.

જાણકારી અનુસાર, Redmi Note 5 માં 5.99 ઈંચની સ્ક્રીન આપવામાં આવશે જેનું રિઝોલ્યૂશન 2160 x1080 પિક્સલ હશે. સાથે 18:9 એસ્પેક્ટ રેશિયો હશે. એક વેબસાઈટની લિસ્ટિંગનાં અનુસાર, તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 આપવામાં આવ્યું છે. તેનાં બે વેરિયેન્ટને 3GB/32GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 4GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટેરેજમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

તે સિવાય Xiaomi Redmi Note 5 નું પ્રો વર્જન પણ લોન્ચ કરી શકે છે. સ્નેપડ્રેગન 636 પ્રોસેસર અને 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા વાળા આ ફોનની રાહ ગ્રાહકો જોઈ રહ્યાં છે. આ એન્ડ્રોઈડ નુગટ 7.1 પર ચાલશે જે MIUI 9 પર બેઝ હશે. તેમાં 4,000mAh બેટરી હશે.