xiaomi may launch 7 pop up camera phone patent reveals
  • Home
  • Featured
  • તમને લાગશે નવાઈ, એક કે બે નહીં Xiaomi લાવી રહ્યું છે 7 પૉપ-અપ કેમેરાવાળો સ્માર્ટફોન

તમને લાગશે નવાઈ, એક કે બે નહીં Xiaomi લાવી રહ્યું છે 7 પૉપ-અપ કેમેરાવાળો સ્માર્ટફોન

 | 11:47 am IST

હાલ રોજ નવી નવી ટેકનોલોજીથી સજ્જ એક પછી એક સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યા છે. હાલ સ્માર્ટફોન મેકર કંપનીઓ રિયર કેમેરા પર ખુબજ ધ્યાન આપી રહી છે. આજકાલ ત્રણ, ચાર અને પાંચ કેમેરાવાળા સ્માર્ટફોન ખુબજ ચલણમાં છે.

આ સિવાય ફ્રન્ટ માટે પોપઅપ સેલ્ફી કેમેરા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ટુંક સમયમાં તમને ફ્રન્ટ અને રિયર બંને માટે પોપ અપ કેમેરા મળવાના છે. ચીનની સ્માર્ટફોન મેકર કંપની શાઓમી થોડા સમયમાં જ 7 કેમેરાવાળો ફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોનમાં 7 સેન્સર પોપ અપ કેમેરા હશે.

આ ફોન માર્કેટમાં આવશે કે નહી આ અંગે અત્યારથી કહેવુ થોડુ વહેલુ ગણાશે. કેમકે પેટન્ટ ડિઝાઈનન કંપની હંમેશા બજારમાં નથી ઉતારતી. જો કે એ જોવુ રસપ્રદ રહેશે કે શાઓમી ડિઝાઈનને લઈને ખુબજ મહેનત કરી રહ્યુ છે. એ પણ ખાસ જોવા જેવું રહેશ કે કંપની આટલા બધા સેન્સર કેવી રીતે એક જ લાઈનમાં ફીટ કરશે.

અત્યાર સુધીમાં માર્કેટમાં આવ્યો છે 2 પોપઅપ કેમેરાવાળો ફોન

અત્યાર સુધી આપણે વધારેમાં વધારે બે પોપ અપ કેમેરાવાળા ફોન જોયા છે. વીવો વી 17માં ડ્યુલ પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવેલ છે, ફ્રન્ટમાં 32MP +8MP ડ્યુલ લેન્સ મળે છે. આ સિવાય 48+13+8+2MP રિયર કેમેરા મળે છે.

આ વીડિયો જુઓ: CMના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન