કંપનીના પહેલા પ્રોસેસર Surge S1 સાથે લોન્ચ થયો 'શાઓમી MI 5C' - Sandesh
  • Home
  • Technology
  • કંપનીના પહેલા પ્રોસેસર Surge S1 સાથે લોન્ચ થયો ‘શાઓમી MI 5C’

કંપનીના પહેલા પ્રોસેસર Surge S1 સાથે લોન્ચ થયો ‘શાઓમી MI 5C’

 | 8:29 pm IST

ઘણી બધી અફવાઓ વચ્ચે શાઓમીએ Mi 5C સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરી દીધો છે. આ ડિવાઈસની ખાસ વાત તે છે કે, તે શાઓમીના પહેલા ઈન-હાઉસ પ્રોસેસર Surge s1 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઈસને Surge s1 2.2Ghz સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Mi 5Cની કિંમત 1499 યુઆન (લગભગ 14,600 રૂપિયા) રાખવામાં આવી છે. 3 માર્ચથી આ ડિવાઈસ ચીનના બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ડિવાઈસ રોજ ગોલ્ડ, બ્લેક કલર વેરિએન્ટમાં આવશે.

Mi 5c શાઓમીનું ડિવાઈસ Mi 4c સક્સેસર ડિવાઈસ છે. આ સ્માર્ટફોનમાં 5.15 ઈંચની સ્ક્રિન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080×1920 પિક્સલ છે. Mi 5cમાં Surge s1 પ્રોસેસર અને 3GB રેમ આપવામાં આવી છે. 64 જીબી સ્ટોરેજવાળો આ ડિવાઈસ ડૂઅલ સિમ સ્લોટ સાથે આવે છે. Mi 5c એન્ડ્રોઈડ 6.0 માર્શમેલો ઓએસ પર ચાલે છે જે Miui પર બેસ્ડ હશે. કંપનીનો દાવો છે કે, ટૂંક સમયમાં જ આ ડિવાઈસ 7.1 નોગેટ પર અપડેટ થશે. આ સ્માર્ટફોનમાં હોમ બટન ઈંટિગ્રેટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

ઓપ્ટિક્સની વાત કરીએ તો શાઓમી Mi 5Cમાં 12 એમપીનો રિયર કેમેરો જેમાં f/2.2 એપર્ચર અને LED ફ્લેશ આપવામાં આવ્યું છે. જ્યારે 8 એમપીનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે.

ક્નેક્ટિવીટીના વાત કરીએ તો આમાં 4G VoLTE, જીપીએસ, ટાઈપ-સી યૂએસબી પોર્ટ, બ્લૂટૂથ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.

Surge S1 પ્રોસેસરની વાત કરીએ તો આ ઓક્ટાકોર 64 બિટ પ્રોસેસરવાળી ચીપ છે, જે મેક્સિમમ 2.2GHzની ફ્રિક્વન્સી પર ચાલે છે. કંપનીએ પ્રોસેસર વિશે માહિતી આપતા કહ્યું કે, 28 મહિનાઓની મહેનત બાદ આ પ્રોસેસર તૈયાર થયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન