લોન્ચ થયો Xiaomiનો નવો સ્માર્ટફોન Mi 5X, ડૂઅલ રિયર કેમેરા સાથે અન્ય ધાસુ ફિચર્સ - Sandesh
  • Home
  • Technology
  • લોન્ચ થયો Xiaomiનો નવો સ્માર્ટફોન Mi 5X, ડૂઅલ રિયર કેમેરા સાથે અન્ય ધાસુ ફિચર્સ

લોન્ચ થયો Xiaomiનો નવો સ્માર્ટફોન Mi 5X, ડૂઅલ રિયર કેમેરા સાથે અન્ય ધાસુ ફિચર્સ

 | 5:38 pm IST

ચીનની મોબાઈલ નિર્માતા કંપની શાઓમીએ 26 જુલાઈએ પોતાનો નવો સ્માર્ટફોન Mi 5X લોન્ચ કરી દીધો છે. આ એન્ડ્રોઈડ 7.0 નોગેટ પર આધારિત MIUI 9 પર કામ કરશે. આ ફોનની ખાસ વાત ડૂઅલ રિયર કેમેરા સેટઅપ, ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 SoC પ્રોસેસર, શાનદાર ઓડિયો ક્વોલિટી જેવા ફિચર્સ છે. શાઓમી Mi 5Xમાં મેટલ યૂનિબોડી ડિઝાઈન અને એન્ટી ફિંગર કોટિંગ આપવામાં આવ્યું છે. ફોનનો ડૂઅલ રિયર કેમેરા સેટઅપ એપલના આઈફોન 7 પ્લસ જેવો દેખાય છે.

કિંમત: કંપનીએ આ ફોનને હાલમાં ચીનમાં લોન્ચ કર્યો છે અને આની કિંમત 1,499 ચીની યુઆન (લગભગ 14,200 રૂપિયા) રાખવામાં આવી છે. આ ફોન બ્લેક, ગોલ્ડ અને પિંક કલર ઓપ્શનમાં મળશે. આ ફોન 4GB રેમ અને 64GB સ્ટોરેજના એકમાત્ર વિકલ્પ સાથે આવશે. ચીનમાં આ ફોનની પહેલી સેલ 1 ઓગસ્ટ સવારે 10 વાગે થશે અને પહેલી સેલ માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યા છે.

ફિચર્સ: ડૂઅલ સિમવાળા આ સ્માર્ટફોનમાં 5.5 ઈંચની ફુલ એચડી એલટીપીએસ ડિસ્પલે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આના ડૂઅલ રિયર કેમેરા આપ્યા છે. આમાં શાઓમી Mi 6ની જેમ જ 12 મેગાપિક્સલના બે કેમેરા આપ્યા છે. આઈફોન 7 પ્લસ અને વનપ્લસ 5ની જેમ bokeh ઈફેક્ટ પણ આપી છે. સેલ્ફી માટે ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

 

ફોનમાં 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. ક્નેક્ટિવિટી માટે આમાં 4G VoLTE ડૂઅલ બેન્ડ વાઈફાઈ, યૂએસબી ટાઈપ-સી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક આપવામાં આવ્યો છે. 165 ગ્રામના આ ફોનમાં 3080mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં પાવર બટન અને વોલ્યૂમનું બટન રાઈટ સાઈડમાં આપવામાં આવ્યા છે. ફોનના લેફ્ટ સાઈડમાં કોઈ જ બટન આપવામાં આવ્યો નથી. ફોનના બેક સાઈડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન