NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • શાઓમી પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi6ને કાલે કરશે લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

શાઓમી પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi6ને કાલે કરશે લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

 | 7:40 pm IST

શાઓમી બેઈઝિંગમાં કાલે (19 એપ્રિલ) યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજી જિમ્નેશિયમમાં પોતાના શાઓમી Mi6 સ્માર્ટફોનને લોન્ચ કરશે. લોન્ચ પહેલા આ સ્માર્ટફોન વિશે ઘણી બધી માહિતી લીક થઈ ગઈ છે. કંપનીએ આ સ્માર્ટફોનનો ટીજર પણ લોન્ચ કર્યો છે. Mi6 સાથે Mi 6 પ્લસને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

આ પહેલા ફોનની લિક થયેલી તસવીરોમાં ડૂએલ કેમેરા સેન્સર હોવાની વાત કહેવામાં આવી છે. તેની સાથે જ ડૂઅલ રિયર કેમેરા સેટઅપ પણ હશે. mi6માં એક ફ્લેટ ડિસ્પલે હોઈ શકે છે. Mi 6માં 12 એમપીનો રિયર કેમેરો મળી શકે છે, જેમાં 4k વીડિયો રેકોર્ડ પણ કરી શકાશે. તે ઉપરાંત સેલ્ફી માટે 8 એમપીનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. ફ્રન્ટ કેમેરો પણ 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે.

આ સ્માર્ટફોનમાં સ્નૈપડ્રેગન 835 પ્રોસેસર હોઈ શકે છે. તે ઉપરાંત આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 7.1.1 નૂગા પર કામ કરશે. આ ફોનને ઝડપી ચાર્જ કરવા માટે ક્વાલકોમની ક્વિક ચાર્જ 4.0 ટેકનોલોજી હશે. આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ મેમોરી હોઈ શકે છે.

આ પહેલા સામે આવેલી રિપોર્ટની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું હતું કે, આ સ્માર્ટફોનમાં 4000 એમએએચની બેટરી હોઈ શકે છે.

આ ફોનની ખાસિયતો વિશે કંપનીએ હજુ સુધી કોઈ જ ખુલાસો કર્યો નથી. ઉલ્લેખનિય છે કે, આ પહેલા આવેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, શાઓમી mi6 કથિત રીતે 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ, 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ મેમોરી, 6 જીબી અને 128 જીબી ઈન્ટરનલ મેમોરીવાળા વેરિએન્ટમાં આવશે. આ સ્માર્ટફોનની આશરે કિંમત 19000 રૂપિયા, 21,800 રૂપિયા અને 25,600 રૂપિયા જણાવવામાં આવી હતી.

1