14,999 રૂપિયાનો Xiaomi Mi A1 ફોન 1,000માં ખરીદી શકાય તેવી ઓફર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 14,999 રૂપિયાનો Xiaomi Mi A1 ફોન 1,000માં ખરીદી શકાય તેવી ઓફર

14,999 રૂપિયાનો Xiaomi Mi A1 ફોન 1,000માં ખરીદી શકાય તેવી ઓફર

 | 7:10 pm IST

Xiaomi Mi A1ની આજે ફ્લિપકાર્ટ પર સેલ શરૂ થઈ ચૂકી છે. આજે આ સ્માર્ટફોન સાથે ફ્લિપકાર્ટ 14,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપી રહી છે. આમ તમે જુનો મોબાઈલ એક્સચેન્જ કરીને માત્ર 1000 રૂપિયા આપીને Xiaomi Mi A1 મેળવી શકો છો. તે ઉપરાંત આની પર નો કોસ્ટ ઈએમઆઈની ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ફોન પર ફ્લિપકાર્ટ બાયબેક ગેરંટીની ઓફર આપી રહી છે. ક્યાં ફોન પર એક્સચેન્જ પર કેટલા રૂપિયામાં લેવામાં આવશે તેની જાણકારી ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહી છે. તે ઉપરાંત જિયો યૂઝર્સને 30GB ડેટા પણ ફ્રિમાં આપાવમાં આવશે. આ ફોનને 1,667 રૂપિયા મહિનાની 9 ઈએમઆઈ પર પણ ખરીદવાની ઓફર મળી રહી છે. તે માટે ખરીદદારને પેમેન્ટ પોતાની એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડથી કરવાની રહેશે.

Mi A1 ફિચર્સ: આના ફિચર્સની વાત કરીએ તો આમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે. જેના પર 2.5ડી કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આમાં ઓક્ટાકોર ક્વોલકોમ સ્નૈપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનને સ્પીડ આપવા માટે 4GBની રેમ આપવામાં આવી છે. આની ઈન્ટરનલ મેમોરી 64GBની છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે.

Mi A1 હાઈબ્રિડ ડ્યુઅલ સિમ સ્લોટ આવે છે. કેમેરાની વાત કરીએ તો આમાં 12 એમપીના બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. એક એફ 2.2 એપર્ચરવાળો વાઈડ એંગલ લેન્સ છે અને બીજો એપ 2.6 એપર્ચરવાળો ટેલીફોટો લેન્સ આપવામાં આવ્યો છે. સોફ્ટવેરની વાત કરવામાં આવે તો શાઓમીનો આ ફોન એન્ડ્રોઈડ 7.1.2 નોગેટ પર ચાલશે.

Mi A1માં ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે. તેની સાથે 380 વોલ્ટનું ચાર્જર આપ્યું છે. આમાં IR બ્લાસ્ટર પણ મોજૂદ છે, જેથી આ ફોનને ટીવીના રિમોટની તરફ પણ ઉપયોગમાં લઈ શકાય છે. પાવર બેકઅપ માટે આમાં 3080mAhની બેટરી આપવામાં આવી છે. શાઓમીએ આ ફોનની કિંમત 14,999 રૂપિયા રાખી છે.