Xiaomi એક્સચેન્જ ઓફર, જુના સ્માર્ટફોન બદલીને ખરીદો નવો! - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Xiaomi એક્સચેન્જ ઓફર, જુના સ્માર્ટફોન બદલીને ખરીદો નવો!

Xiaomi એક્સચેન્જ ઓફર, જુના સ્માર્ટફોન બદલીને ખરીદો નવો!

 | 2:00 pm IST

ચીની કંપની xiaomiના સ્માર્ટફોન ભારતમાં ઝડપી રીતે પોપ્યુલર થઇ રહ્યા છે અને આ ફોનનું વેચાણ પણ ખુબ સારું હોય છે. કંપનીએ ગયા વર્ષે એક્સચેન્જ સર્વિસ શરૂ કરી હતી. હવે એકવાર ફરીથી આ ઓફર ગ્રાહકોને દેવામાં આવી છે.

કંપનીની વેબસાઈટ mi.comથી તમે આ ઓફરનો લાભ કઈ શકો છે. આવા ગ્રાહકોને ઇન્સ્ટન્ટ એક્સચેન્જ કૂપન આપવામાં આવશે જેના દ્વારા ગ્રાહક જુના મોબાઈલને એક્સચેન્જ કરાવીને નવો ખરીદી શકે છે. એક્સચેન્જ સર્વિસ માટે કંપનીએ પોતાની વેબસાઈટ પર એક ખાસ પેજ બનાવ્યું છે.

આ ઓફર માટે xiaomiએ કૈશિફાઈ સાથે ભાગીદારી કરી છે અને આ Mi Home સ્ટોર પર પણ વેલીડ છે. xiaomiના આધારિત મોબાઈલની કંડીશન જોઇને કંપની માર્કેટ પ્રાઈઝ ચેક કરીને બેસ્ટ વૈલ્યૂ આપવાનો દાવો કરે છે. આ કરવા માટે તમારે સ્માર્ટફોનનો IMEI નંબર આપવાનો રહે છે. તે બાદ તમારા MI એકાઉન્ટમાં એક્સચેન્જ વૈલ્યૂ કૂપન જોડાઈ જશે.

સૌથી પહેલા MI એક્સચેન્જટ પેજ પર જઈને તમારા એકાઉન્ટને ઓપન કરો. અહી તમને સપોર્ટેડ ડીવાઈઝની લીસ્ટ મળશે જ્યાંથી તમે જુના સ્માર્ટફોન એક્સચેન્જ કરી શકો છો. તમને 15 બ્રાંડનું ઓપ્શન મળશે જેમાં તમારો જુનો સ્માર્ટફોનની કંપનીનું નામ સિલેક્ટ કરવાનું રહેશે.

સિલેક્ટ કર્યા બાદ તમને કિંમત જોવા મળશે જેટલી વૈલ્યૂ તમને મળી શકે છે. તે બાદ તમારે તમારા જુના સ્માર્ટફોનની IMEI નંબર આપવાનો રહેશે. તે બાદ એક્સચેન્જ કૂપન આપવામાં આવે છે જે એકાઉન્ટ પણ જ મળશે. હવે તમે અહીંથી સ્માર્ટફોન ખરીદી શકો છો. ઓર્ડર પ્લેસ કાર્ય બાદ તમારી પાસે જુનો ફોન કલેક્ટ કરવા માટે કંપની તરફથી કોઈને મોકલવામાં આવશે અને એજ સમયે તમને નવો સ્માર્ટફોનપણ મળી જશે.