NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારતમાં Mi Max 2નું વેચાણ શરૂ, જાણો કિંમત અને ફિચર્સ

ભારતમાં Mi Max 2નું વેચાણ શરૂ, જાણો કિંમત અને ફિચર્સ

 | 4:53 pm IST

ચીની સ્માર્ટફોન મેકર શાઓમીનો Mi Max 2નું વેચાણ ઈન્ડિયામાં શરૂ કરી દીધો છે. આ સ્માર્ટફોનની ખાસિયત માત્ર તેની ડિસ્પલે જ નહી પરંતુ તેની બેટરી પણ છે. આની બેટરી 53,00mAhની છે અને ફાસ્ટ ચાર્જિંગ માટે ક્વોલકોમ ક્વિક ચાર્જ 3.0 ટેકનોલોજી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આને ફ્લિપકાર્ટ, એમેઝોન, ટાટા ક્લિક, પેટીએમ મોલ અને કંપનીની અધિકારીક વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. કસ્ટમર્સ માત્ર આનું બ્લેક વેરિએન્ટ જ ખરીદી શકશે.

કંપનીનો દાવો છે કે, માત્ર એક કલાકમાં આની બેટરી 68 ટકા ચાર્જ થઈ જશે. દાવો તે પણ છે કે, આની બેટરી પાવર બેંકની જેમ જ છે અને આ બે દિવસ સુધી બેકઅપ આપશે. Xiaomiએ કહ્યું છે કે, એકવાર ચાર્જ કરવાથી આનાથી 57 કલાક વાત કરી શકાય છે. એટલું જ નહી Mi Max 2ને ફુલ ચાર્જ કરવાથી 18 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે.

Xiaomi Mi Max 2 બજારમાં બે વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. 64GB ઈન્ટરલ મેમોરીવાળા વેરિએન્ટની કિંમત 16999 રૂપિયા છે, જ્યારે 128GB ઈન્ટરનલ મેમોરી વેરિએન્ટવાળા ડિવાઈસની કિંમત 1999 યુઆન (લગભગ 19000 રૂપિયા) છે. જોકે, ભારતમાં 64GB ઈન્ટરનલ મેમોરીવાળું વેરિએન્ટ જ લોન્ચ કરવામાં આવ્યો છે.

આની ડિસ્પલે ફુલ એચડી છે અને 6.44 ઈંચની છે. આમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 625 પ્રોસેસર સાથે 4GB રેમ આપવામાં આવી છે. આમાં આપવામાં આવેલા સોફ્ટવેર દ્વારા આને એક હાથથી યુઝ કરવામાં સરળતા રહેશે. આ સ્માર્ટફોનને રિમોટના રૂપમાં પણ વાપરી શકાશે. તે માટે IR Blaster આપવામાં આવ્યો છે. આમાં Android N બેસ્ડ MIUI 8 આપવામાં આવ્યું છે.

Mi Maxનો કેમેરો

ફોટોગ્રાફી માટે Mi Max 2માં 12 એમપીનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમાં ફેસ ડિટેક્શન ઓટોફોક્સ અને ડ્યુઅલ એલઈડી ફ્લેશ પણ આપવામાં આવ્યો છે. કંપનીએ આમાં 1.55 માઈક્રોન પિક્સલવાળો સોની સેન્સર લગાવ્યો છે. જેથી અલગ-અલગ લાઈટ મોડમાં સારી ક્વોલિટીમાં ફોટોગ્રાફી કરી શકાય છે. કંપની અનુસાર આમાં Mi 6 જેવો જ પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે.

સેલ્ફી માટે આમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ખાસ વાત તે છે કે, આનો કેમેરો 4K વીડિયો રેકોર્ડ કરી શકે છે. ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ થશે અથવા નહી તે મોટો પ્રશ્ન છે. કેમ કે, કંપનીએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 6 ભારતમાં લોન્ચ કર્યો નહતો.