આજે xiaomiના Mi TV 4Aની પ્રથમ સેલ, સ્માર્ટફોનથી પણ સસ્તું સ્માર્ટ TV - Sandesh
  • Home
  • Technology
  • આજે xiaomiના Mi TV 4Aની પ્રથમ સેલ, સ્માર્ટફોનથી પણ સસ્તું સ્માર્ટ TV

આજે xiaomiના Mi TV 4Aની પ્રથમ સેલ, સ્માર્ટફોનથી પણ સસ્તું સ્માર્ટ TV

 | 1:40 pm IST

ચીનની સ્માર્ટફોન કંપની xiaomiની નજર હવે TV સેગમેન્ટના માર્કેટ પર છે. ભારતમાં Mi TV સીરિઝ લોન્ચ કર્યાના એક મહિનામાં જ કંપની અન્ય એક TV સીરિઝ 7 માર્ચથી ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. ગયા અઠવાડિયે ભારતમાં પોતાની સ્માર્ટ Mi TV 4A સીરિઝ લોન્ચ કરી હતી. કંપનીએ આ સીરિઝ અંતર્ગત 32 ઈંચ અને 43 ઈંચના બે મૉડલ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા.

કંપનીએ પોતાના ટ્વિટર પર લખ્યું છે કે, ‘Mi ફેન્સ, હવે સ્માર્ટર, સ્લિમર અને સ્લીકર પર સ્વિચ કરવાનો ટાઈમ આવી ગયો છે. એક નવી સીરિઝ ટુંક સમયમાં લોન્ચ થઇ રહી છે.’ આ સિવાય કંપનીએ પોતાની વેબસાઈટ mi.com/in એક બેનર પણ રન કરી રહી છે જેમાં #SwitchtoSmart લખવામાં આવ્યું છે. આ બન્ને વેરિયન્ટ આજે પહેલીવાર ફ્લિપકાર્ટ, Mi.com અને Mi હોમ સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ હશે.

આ TVને કંપનીની વેબસાઈટ પર લીસ્ટેડ પણ કરવામાં આવ્યું છે. આ સેલ બપોરે 12 વાગ્યે શરૂ થશે. 55 ઈંચના xiaomi Mi TV4ની સાથે Mi TV 4Aનું પણ વેચાણ થશે. આ લિસ્ટિંગમાં TVની કિંમત અને સ્પેસિફિકેશન્સ વિષે જાણકારી શેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોન્ચ સમયે કંપનીએ જાહેરાત કરી હતી કે આ ટીવી સેટનો બીજો સેલ 16 માર્ચના રોજ થશે.

xiaomiએ લોન્ચ વખતે જણાવ્યું હતું કે, Mi TV 4A સીરિઝ માટે અઠવાડિયામાં બે વાર સેલ રાખવામાં આવશે. કંપનીનો દાવો છે કે ટીવીમાં 5,00,000 કલાકનું કન્ટેન્ટ મળશે. જેમાં 80 ટકા હૉટસ્ટાર, વૂટ વૂટ કિટ્સ, સોની લિવ, હંગામા પ્લે, Zee5, સન નેક્સ્ટ, ઓલ્ટ બાલાજી, TVF અને ફ્લિકસ્ટ્રી જેવા પાર્ટનર પૂરૂં પાડશે. કન્ટેન્ટ 15 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

Mi TV 4A વેરિયન્ટ્સમાં એક એમ્લોજિક ક્વૉડ-કોર પ્રોસેસર અને 1GB રેમ છે. ટીવીમાં 8GB ઈન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવી છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો 43ઈંચ Mi TV 4Aમાં વાઈ-ફાઈ, 3 HDMI પોર્ટ્સ, 3 USB 2.0 પોર્ટ્સ, એક ઈથરનેટ પોર્ટ, એક AV કમ્પોનન્ટ પોર્ટ, એક S/PDIF ઓડિયો પોર્ટ અને 3.5mm હેડફોન જેક પોર્ટ છે.

Mi TV 4A સીરિઝને 2017માં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યુ હતું, પણ ભારતમાં આ મૉડલ્સને અમુક સુધારા કરીને લોન્ચ કરવામાં આવ્યા છે. 43 ઈંચ મૉડલમાં ફુલ HD ડિસ્પ્લે જ્યારે 32 ઈંચ મૉડલમાં HD ડિસ્પ્લે છે. બન્ને ડિસ્પ્લે પેનલમાં 178 ડિગ્રી વ્યૂઈંગ એન્ગલ અને 60 ગીગાહર્ટ્ઝ રિફ્રેશ રેટ છે.

43 ઈંચ Mi TV 4Aની ભારતમાં કિંમત 22,999 રૂપિયા જ્યારે 32 ઈંચ Mi TV 4Aની કિંમત 13,999 રૂપિયા છે. લોન્ચ ઓફરની વાત કરીએ તો 4A મૉડલ્સ પર JioFi કનેક્શન સાથે 2200 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે.