xiaomi લોન્ચ કરવા જઈ રહ્યું છે આ Miની નવી પ્રોડક્ટ, જાણો તેની કિંમત - Sandesh
  • Home
  • Technology
  • xiaomi લોન્ચ કરવા જઈ રહ્યું છે આ Miની નવી પ્રોડક્ટ, જાણો તેની કિંમત

xiaomi લોન્ચ કરવા જઈ રહ્યું છે આ Miની નવી પ્રોડક્ટ, જાણો તેની કિંમત

 | 6:09 pm IST

ચીનની સ્માર્ટફોન કંપની xiaomiની નજર હવે TV સેગમેન્ટના માર્કેટ પર છે. ભારતમાં Mi TV સીરિઝ લોન્ચ કર્યાના એક મહિનામાં જ કંપની અન્ય એક TV સીરિઝ 7 માર્ચથી ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાણકારી પોસ્ટ કરી છે.

કંપનીએ પોતાના ટ્વિટર પર લખ્યું છે કે, ‘Mi ફેન્સ, હવે સ્માર્ટર, સ્લિમર અને સ્લીકર પર સ્વિચ કરવાનો ટાઈમ આવી ગયો છે. એક નવી સીરિઝ ટુંક સમયમાં લોન્ચ થઇ રહી છે.’ આ સિવાય કંપનીએ પોતાની વેબસાઈટ mi.com/in એક બેનર પણ રન કરી રહી છે જેમાં #SwitchtoSmart લખવામાં આવ્યું છે.

આ TVને કંપનીની વેબસાઈટ પર લીસ્ટેડ પણ કરવામાં આવ્યું છે. આ લિસ્ટિંગમાં TVની કિંમત અને સ્પેસિફિકેશન્સ વિષે જાણકારી શેર કરવામાં આવી છે. વેબસાઈટ અનુસાર, Mi LED સ્માર્ટ TV 4Cની કિંમત 27,999 રૂપિયા રહશે. આ લિસ્ટિંગમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ TVની વાસ્તવિક કિંમત 32,999 રૂપિયા રહેશે. એટલે કે શરૂઆતમાં કંપની TV પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

વેબસાઈટ પર આ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે xiaomi TVમાં 3GB રેમ અને 32GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. xiaomiએ Mi TV 4C સીરિઝને પ્રથમ ચીનમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરી હતી. બંને મોડલ્સના સ્ક્રીન રેઝોલ્યુશન પણ અલગ-અલગ રાખવામાં આવ્યા છે. ત્યારે આ TVના 43 અને 55 ઈંચના બે વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. 43 ઇંચના મોડલમાં ફૂલ HD જયારે 55 ઇંચના મોડલમાં 4K HDR રેઝોલ્યુશન આપવામાં આવી છે. ત્યારે આ TVના 43 અને 55 ઈંચના બે વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા.