NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Xiaomiએ ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કર્યો MI 6, ગેલેક્સી S8 કરતાં 34,500 રૂપિયા સસ્તો

Xiaomiએ ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કર્યો MI 6, ગેલેક્સી S8 કરતાં 34,500 રૂપિયા સસ્તો

 | 3:54 pm IST

શાઓમીએ પોતાનો અત્યાર સુધીનો સૌથી શાનદાર સ્માર્ટફોન MI 6 લોન્ચ કરી દીધો છે. કંપનીએ આને બેઈજિંગમાં થયેલી એક ઈવેન્ટમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનએ મેમોરી અનુસાર 3 વેરિએન્ટમાં 6 જીબી રેમ સાથે રજૂ કર્યો છે. તે ઉપરાંત આમાં ડ્યુઅલ બેક કેમેરા સેટઅપ છે. ભારતમાં આ સ્માર્ટફોનને ટૂંકમાં જ લોન્ચ કરવામાં આવશે.

સેમસંગના ગેલેક્સી એસ8 કરતાં 34,500 રૂપિયા સસ્તો

શાઓમી Mi 6 અને સેમસંગ ગેલેક્સી એસ8ના ફિચર્સ લગભગ એક જેવા છે, તે છતાં પણ સેમસંગ ગેલેક્સી એસ8 કરતાં શાઓમીના Mi6ની કિંમત 34,400 રૂપિયા ઓછી છે. સેમસંગે પોતાના ગેલેક્સી એસ8ને ભારતમાં 57,900 રૂપિયામાં લોન્ચ કર્યો છે. જ્યારે શાઓમીએ પોતાનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન ચીનમાં 24,99 યુઆન એટલે કે, 23,500 રૂપિયામાં લોન્ચ કર્યો છે.

mi6-ceramic

ત્રણ વેરિએન્ટમાં લોન્ચ Mi 6

Xiaomi Mi 6ને મેમોરી અનુસાર ત્રણ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આમાં પહેલો મોર્ડલ 6 જીબી રેમ સાથે 64 જીબી સ્ટોરેજવાળો છે. જ્યારે બીજો મોર્ડલ 6 જીબી રેમ સાથે 64 જીબી સ્ટોરેજવાળો છે, જ્યારે ત્રીજા મોર્ડલમાં 6 જીબી રેમ સાથે 128 જીબી મેમોરી આપવામાં આવી છે. આના 64 જીબી સ્ટોરેજવાળા મોર્ડલની કિંમત 2499 યુઆન (23,500 રૂપિયા) અને 128 જીબીવાળાની કિંમત 2899 યુઆન (27,000 રૂપિયા) રાખવામાં આવી છે. આનો ત્રીજો મોર્ડલ Mi 6 સિરેમિક નામથી લાવવામાં આવ્યો છે, જેમાં ચારે બાજુથી કર્વ્ડ સિરેમિક બોડી અને 18K ગોલ્ડ પ્લેટેડ કેમેરા રિમ્સ આપવામાં આવ્યા છે. આની કિંમત 2,999 યુઆન (28,000 રૂપિયા) રાખવામાં આવી છે. આમાં 6 જીબી રેમ સાથે 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. શાઓમીએ આ ઈવેન્ટમાં સિલ્વર એડિશન Mi6 લાવવાની પણ જાહેરાત કરી છે, જેના ચારે બાજુ 3D કર્વ્સ અલ્ટ્રા રિફ્લેક્ટિવ મિરર ફિનિશ છે.

પાવરફુલ પ્રોસેસર અને મોટી ડિસ્પલે

શાઓમીના આ સ્માર્ટફોનમાં 2.45 GHzનું ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર, એડ્રીનો 540 જીપીયૂ અને AnTuTu છે. આમાં 5.15 ઈંચની ફુલ HD ડિસ્પલે સ્ક્રિન આપવામાં આવી છે. આના ચારેબાજુ 3D ગ્લાસ ફિચર અને કિનારી સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. તે ઉપરાંત આમાં યુએસબી ટાઈપ -સી ફિંગરપ્રિન્સટ સેન્સર છે.

xiaomi-mi6-things-to-know-1

શાનાદાર કેમેરો અને ક્નેક્ટિવિટી

કંપનીએ આ સ્માર્ટફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપ્યો છે. આમાં 12 એમપીના 2 પાછળના ભાગમાં આપેલા છે. એમાંથી એક વાઈડએંગલ લેન્સ છે અને બીજો ટેલિફોટો કેમેરો છે, જેમાં 2x લોસલેસ જૂમ છે. આમાં ફેસ ડિસ્ટેક્શન ઓટોફોક્સ અને ફોર એક્સિસ એન્ટી શેક ફંક્શનેલિટી પણ છે, જેથી ફોટા બ્લર ના આવે. આમાં ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલનો છે. આ હેડસેટમાં 4G, વાઈ-ફાઈ,એનએફસી, બ્લૂટૂથ અને અન્ય સ્ટેન્ડર્ડ ક્નેક્ટિવિટી ફિચર્સ છે. આ 4000mAhની બેટરીથી લેસ છે.