Xiaomi new coming phone may come with rotating camera flip design
  • Home
  • Featured
  • સ્માર્ટફોનનું અનોખું કેમેરા સેટઅપ, સંપૂર્ણ રીતે વળશે! લીક થયેલ ડિઝાઇન જોઈ આશ્ચર્ય થશે

સ્માર્ટફોનનું અનોખું કેમેરા સેટઅપ, સંપૂર્ણ રીતે વળશે! લીક થયેલ ડિઝાઇન જોઈ આશ્ચર્ય થશે

 | 5:19 pm IST

ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ અનોખા કેમેરા ડિઝાઇનની પેટેન્ટ કરાવી છે. લીક થયેલ રિપોર્ટથી માહિતી મળી છે કે શાઓમીએ ક્વાડ-કેમેરા સિસ્ટમ(quad-camera setup) સાથે એક ફોલ્ડેબલ સ્માર્ટફોનની પેટેન્ટ કરાવી છે. જે સેલ્ફી લેવા માટે આગળ ફરે છે અને પ્રાઇમરી ફોટો ક્લિક કરવા માટે ફરી પાછળ રોટેટ થઈ જાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ સ્માર્ટફોન ખરેખર કેવો દેખાશે તે અંગે લેટ્સ ગો ડિજિટલ પર અમુક સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ફોનની ડિઝાઇન ખૂબ જ યુનિક દેખાઈ રહી છે. એક ખાનગી મીડિયાના જણાવ્યા મુજબ શાઓમી તરફથી ચીનમાં અન્દરની તરફ ફોલ્ડ થતા એક સ્માર્ટફોનની પેટેન્ટ ફાઇલ કરવામાં આવી છે. આ પેટેન્ટ હેઠળ કંપની તરફથી હેન્ડસેટને શોકેસ કરતા લગભગ 48 ઇમેજ શેર કરવામાં આવી છે.

આ શેર કરેલ ઇમેઝમાં ફોનની સ્ક્રિન વચ્ચેથી ફોલ્ડ થતા દેખાઈ રહી છે. જેથી ડિસ્પ્લે પણ પ્રોટેક્ટ થઈ રહ્યું છે. આ પહેલા કંપનીએ ક્વાડ રિયર કેમેરા સેટઅપ સાથે ડ્યુલ ડિસ્પ્લે સ્માર્ટફોનની પેટેન્ટ કરાવી હતી. જે મુજબ પ્રાઇમરી ડિસ્પ્લે દેખાવવામાં કોઈ અન્ય અલ્ટ્રા-સ્લિમ બેજેલ્સ અને ઇયરપીસ અપ ટોપ સાથે સ્માર્ટફોનની જેમ છે.

આ વીડિયો પણ જુઓ: ભરૂચના નેત્રંગ તાલુકામાં નહેરમાં સિંચાઇ માટે પાણી ન મળતા ધરતીપુત્ર મુશ્કેલીમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન