Xiaomi On Top in Indian Smartphone Market in 2018
  • Home
  • Featured
  • આ દિગ્ગજ કંપનીને પછાડી Xiaomiએ સર કર્યું ભારતનું સ્માર્ટફોન માર્કેટ

આ દિગ્ગજ કંપનીને પછાડી Xiaomiએ સર કર્યું ભારતનું સ્માર્ટફોન માર્કેટ

 | 8:13 pm IST

ચીનની કંપની Xiaomiએ 28.9 ટકા માર્કેટ શેર સાથે વર્ષ 2018માં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યાર બાદ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ 22.4 ટકા માર્કેટ શેર સાથે બીજા સ્થાન રહી છે. જ્યારે વીવો(Vivo) કંપની 10 ટકા સાથે ત્રીજા સ્થાને રહી છે. આ આંકડા ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન(IDC)ની એક રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

IDC ઈન્ડિયાની અસોસિએટ રિસર્ચ મેનેજર ઉપાસના જોશીએ કહ્યું કે,‘વર્ષ 2018માં પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટે 43.9 ટકા સાથે વર્ષ દર વર્ષ વધારો કર્યો છે. પ્રીમિયમ સેગમેન્ટે બાકી બધા સેગમેન્ટ્સને પાછળ મૂકી દીધા છે. આ સેગમેન્ટે 500 ડોલરથી 700 ડોલર એટલે લગભગ 35,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીના OnePlus સ્માર્ટફોનના આ સેગમેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સાથે સુપર પ્રીમિયમ સેગમેન્ટમાં સેમસંગે તેના Galaxy S9 સિરીઝ સાથે એપ્પલને પણ પાછી મૂકી દીધી છે.’

રિપોર્ટ મુજબ જે બ્રાન્ડ ઓનલાઇન ફોકસ આપે છે તેમને 2018માં 38.4 ટકા ઓનલાઇન ચેનલ શેર પ્રાપ્ત થયો છે જ્યારે 2018ના ચોથા ક્વાર્ટરમાં આ આંકડો 42.2 ટકા હતો. જ્યારે ઓફલાઇન ચેનલનો વાર્ષિક વધારો માત્ર 6.7 ટકા છે. ઉપાસના જોશીએ કહ્યું કે, ‘Xiaomi, Asus, OnePlus સહિત અન્ય કંપનીઓના ઓનલાઇન ચેનલના માધ્યમથી શિપમેન્ટમાં સમાન વર્ષથી ચોથા ક્વાર્ટરમાં વર્ષ દર વર્ષ 47.3 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ઓફલાઇન માર્કેટની વાત કરીએ તો આ સંપૂર્ણ વર્ષમાં ઈ-કોમર્સ વેબસાઇટની જેમ આંકડા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યાં છે.’