Xiaomi is giving camera support to the iPhone 8
  • Home
  • Featured
  • Xiaomiનો આ ફોન કેમેરાના મામલે આપી રહ્યો છે iPhone 8ને ટક્કર

Xiaomiનો આ ફોન કેમેરાના મામલે આપી રહ્યો છે iPhone 8ને ટક્કર

 | 3:31 pm IST

સ્માર્ટફોન ખરીદતી વખતે ખાસ તેના કેટલાક અગત્યના ફિચર્સ જોઈને પછી જ તેને ખરીદવામાં આવે છે હાલ આપણી પાસે સ્માર્ટફોનમાં બહુ ઓપ્શન છે. આપણી જરૂરિયાત અને આપણી કેપિસીટી પ્રમાણે આપણે આવા સ્માર્ટફોનને ખરીદી શકીએ છીએ.

આજકાલ જે ફોન આવે છે તે તેના કેમેરા અને તેની રેમને કારણે ખુબજ લોકપ્રિય થઈ રહ્યા છે હવે જે ફોન આવે છે તેનાથી આપણે અલગથી કેમેરો ખરીદવાની જરૂર પડતી નથી એટલા સારા અને ટેકનોલોજીથી સજ્જ ફોન મળી રહ્યા છે.

ભારતમાં ગયા વર્ષે લૉન્ચ થયેલ Xiaomi Poco F1 કેમેરાના મામલે iPhone 8ને ટક્કર આપી રહ્યો છે. ફોન પર ટેસ્ટ કરીને રેન્કીગ આપનાર DxOMark ઈમેજ લેબ્સના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવેલ છે.

DxOMark દ્વારા આપવામાં આવેલ યાદીમાં Poco F1 ફોનને iPhone 8ને પાછળ રાખી દીધો છે. ફોટોના મામલે iPhone 8ને 93 નંબર મળ્યા છે. તો Poco F1ને ફક્ત એક નંબર ઓછો 92 નંબર મળ્યો છે. વાત કરીએતો વીડિયો રેકોર્ડિગ ક્વોલિટીની તો આ બંને ફોનમાં 90 સ્કોર સાથે બરાબરી કરી છે.

આપને જણાવી દઈએ કે ગયા વર્ષ 19,999 રૂપિયાની કિંમતનો Poco F1 સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. આ ફોનને હાલમાં MIUI 10.2.2.0 ગ્લોબલ સ્ટેબલ અપડેટ મળે છે. આ નવા અપડેટથી ફોનમાં લો લાઈટ મોડ અને સ્લો મોશન વીડિયો રેકોર્ડિંગ પહેલાથી સારી છે.

આ ફોનમાં ડ્યુલ રિયર કેમેરા સટઅપ આપવામાં આવેલ છે. જેમાં પ્રાઈમરી 12 મેગાપિક્સલને સોની આઈએમએક્સ 365 અને 5 મેગાપિક્સલનું સેકન્ડરી કેમેરા છે. સેલ્ફીના શોખિન લોકો માટે ફ્રન્ટમાં 20 મેગાપિક્સલનો હાઈ રિજોલ્યુશન કેમેરા આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન