NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યો Redmi 4, જાણો કિંમત અને ફિચર્સ

Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યો Redmi 4, જાણો કિંમત અને ફિચર્સ

 | 5:03 pm IST

શાઓમીએ આજે પોતોનો સૌથી પોપ્યુરલર સ્માર્ટફોન Redmi 4ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. આને નવી દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કર્યો છે. આ જાણકારી પહેલાથી જ બહાર આવી ગઈ હતી કે, કંપની આ સ્માર્ટફોનને એમેઝોન ઈન્ડિયા પર એક્સક્લૂસિવ રીતે સેલ કરશે. કંપનીએ તેને 2GB રેમ અને 16GB મેમોરી, 3GB રેમ અને 3GB રેમ અને 32GB ઈન્ટરનલ મેમોરી અને 4GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમોરી સાથે ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. ત્રણેય વેરિએન્ટની કિંમત ક્રિમશ: 6,999 રૂપિયા, 8,999 રૂપિયા અને 10,999 રૂપિયા રાખવામાં આવી છે.

ગ્રાહક Xiaomi Redmi 4ને 23 મેથી 12pmથી એમેઝોન ઈન્ડિયા પરથી ખરીદી શકાય છે. તે ઉપરાંત બેંગ્લોરમાં રહેનાર અને જનાર ગ્રાહકો આ સ્માર્ટફોનને શનિવારે 20 મેના દિવસથી જ નવા ખુલેલા Mi સ્ટોર પરથી ખરીદી શકાશે. ગ્રાહકો આ સ્માર્ટફોનને Mi.com પરથી પ્રી બુકિંગ કરી શકે છે. બુકિંગ આજથી જ શરૂ થઈ ગઈ છે. પ્રી બુકિંગ માટે ગ્રાહકોને 1000 રૂપિયા આપવાના રહશે, આનાથી તમને નિશ્ચિત રીતે 1 યૂનિટ આપવામાં આવશે.

આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સની વાત કરીએ તો આમાં એપ લોક ફિચર્સ આપવામાં આવ્યું છે, જેથી એપ ફિંગરપ્રિન્ટથી પણ લોક થઈ જશે. તે ઉપરાંત આમાં મલ્ટી એકાઉન્ટ પ્રોફાઈલ બનાવી શકાય છે, તે સાથે આમાં એક ફિચર્સથી સ્માર્ટફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટ પણ ચલાવી શકાય છે. Redmi 4માં ઈન્ફ્રારેડ સેન્સર પણ આપવામાં આવ્યું છે. જેથી આ સ્માર્ટફોનને યૂનિવર્સલ રિમોટ કંટ્રોલની તરહ પણ યૂઝ કરી શકાશે.

Redmi 4માં 2.5D કર્વ્ડ ગ્લાસ સાથે 5 ઈંચની એચડી ડિસ્પલે આપવામાં આવી છે. ઓક્ટાકોર સ્નૈપડ્રેગન 435 પ્રોસેસર સાથે 2GB રેમ અને 16GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં 13 એમપીનો રિયર કેમેરો અને 5 એમપીનો ફ્રન્ટ કમેરો આપવામાં આવ્યો છે. આનું એપર્ચર f/2.2 હશે. આ બજેટ સ્માર્ટફોન કેમેરામાં ફેસ ડિટેક્શન ઓટોફોક્સ અને ડૂઅલ એલઈડી ફ્લેશ આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનની બેટરી 4100mAhની છે અને કંપનીએ દાવો કર્યો છે કે, આ 18 દિવસનો સ્ટેન્ડબાય આપશે. ક્નેક્ટિવિટી માટે આમાં 4G LTE અને બ્લૂટૂથ 4.0 સાથે જીપીએસ જેવા સ્ટેન્ડર્ડ ક્નેક્ટિવિટી ફિચર્સ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત આ સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

મેમોરી વધારવા માટે આમાં માઈક્રો એસડી કાર્ડ સપોર્ટ પણ મળશે. એટલે કે, આ સ્માર્ટફોનની મેમોરીને વધારીને 128GB સુધી વધારી શકાય છે.