NIFTY 10,044.10 -74.15  |  SENSEX 32,597.18 +-205.26  |  USD 64.4850 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Xiaomiએ તેના નવા સ્માર્ટફોનની તસવીરો કરી શેર, જોવા કરો ક્લિક

Xiaomiએ તેના નવા સ્માર્ટફોનની તસવીરો કરી શેર, જોવા કરો ક્લિક

 | 1:53 pm IST

Xiaomiએ તેના નવા બે સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સ્માર્ટફોન 7 ડિસેમ્બરના રોજ લોન્ચ થશે. લોન્ચ પહેલા જ Xiaomi કંપની પ્રવક્તા ડોનોવૈન સૂંગએ ટ્વિટર પર તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ફોનની ડિઝાઈન અને લુક વિશે વધારે જાણકારી મળે છે. આ ફોનમાં 18:9 રેશિયો વાળી ડિસ્પલે જોઈ શકાય છે. આ ફોનમાં બેઝલ બહુ પાતળું રાખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે જ રેડમી 5ને ચીનની ટેલિકોમ્યુનિકેશન સર્ટિફિકેટ સાઈટ ટીના પર જોવા મળ્યો હતો. પોતાના ટ્વિટર પોસ્ટમાં સૂંગે કહ્યું કે, શું બધા લોકો નવા રેડમી 5 અને રેડમી 5 પ્લસ સ્માર્ટફોન માટે તૈયાર છો? અમે ચીનમાં 7 ડિસેમ્બરે આ બે નવા ડિવાઈસ લોન્ચ કરી રહ્યા છીએ. તેમની પહેલી ઝલક અહી જુઓ.’ જો આ લિસ્ટીંગ સાચુ હશે તો સ્માર્ટફોનના ઘણા સ્પેસિફિકેશન વિશે પહેલાથી જાણ થઈ છે. ફોનની કિંમતની જાણકારી પણ એક રિપોર્ટમાં સામે આવી છે.

આ ઉપરાંત નેવિગેશન માટે કેપેસિટિવ નેવિગેશન હાર્ડવેર બટન નથી આપવામાં આવ્યા. ફોનમાં ફ્લેશ મોડ્યુલની નીચે રિયર પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોઈ શકાય છે. આ બંને ડિવાઈસની ડિઝાઈનમાં કોઈ તફાવત નથી. પરંતુ તેના સ્પેસિફિકેશનમાં અંતર હોવાની ઉમ્મિદ છે. ફોનની કિંમત 1,399 ચીની યુઆન ( લગભગ 13,600 રૂપિયા) હોઈ શકે છે અને દાવો છે કે રેડમી 5ની પ્રથમ સેલિંગ 10 ડિસેમ્બરે થશે.