Xiaomiએ એક જ મહિનામાં આ નવા સ્માર્ટફોનનું જોરદાર વેચાણ કરીને બનાવ્યો એક નવો રેકોર્ડ - Sandesh
  • Home
  • Technology
  • Xiaomiએ એક જ મહિનામાં આ નવા સ્માર્ટફોનનું જોરદાર વેચાણ કરીને બનાવ્યો એક નવો રેકોર્ડ

Xiaomiએ એક જ મહિનામાં આ નવા સ્માર્ટફોનનું જોરદાર વેચાણ કરીને બનાવ્યો એક નવો રેકોર્ડ

 | 2:37 pm IST

ચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની શાઓમીએ એક જ મહિનાની અંદર પોતાનો નવા સ્માર્ટફોનનું જોરદાર વેચાણ કર્યું છે. કંપનીનો દાવો છે કે એક મહિનામાં 10 લાખથી વધારે Redmi 5A સ્માર્ટફોન વેચાયા છે. શાઓમી ઈન્ડિયાના પ્રમુખ મનુ કુમાર જૈને આ વિશે જાણકારી આપતા કહ્યું કે, અમને એ વાતની બહુ ખુશી છે કે અમે એક જ મહિનામાં શાઓમી રેડમી 5Aના 10 લાખથી વધારે યૂનિટ વેચ્યા છે. અમે શાઓમીના ફેન્સનો આભાર માનીએ છીએ.

જે લોકો શાઓમીના આ નવા ફોનના ફિચર્સ વિશે નથી જાણતા તેમને જણાવી દઈએ કે, ‘દેશ’નો સ્માર્ટફોન ટેગની સાથે લોન્ચ કરવામાં આવેલાં રેડમી 5A સ્માર્ટફોનમાં 5 ઈંચની ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 720×1280 પિક્સલ્સ છે. ડયૂઅલ સિમ વાળા શાઓમી રેડમી 5A એન્ડ્રોઈડ નૂગટ MIUI9 પર ચાલે છે. શાઓમી રેડમી 5Aએ ને બે વેરિયેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેને 2 જીબી રેમ, 16 જીબી સ્ટોરેજ વાળા વેરિયેન્ટની કિંમત 5,999 રૂપિયા અને 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ વાળા વેરિયેન્ટની કિંમત 6,999 રૂપિયા છે.

ફોનમાં એક ક્વોડકોર ક્વોલકોમ 425 પ્રોસેસર છે જે 1.4 ગીગાહર્ટજ પર ચાલે છે. સ્માર્ટફોનમાં અપર્ચર F/2.0, LED ફ્લેશ, અને પીડીએએફની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો છે. જો સેલ્ફી અને વીડિયોની વાત કરીએ તો તેના માટે F/2.0 અપર્ચરની સાથે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનને 2+1 સ્લોટની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે એટલે કે તેમાં 2 સિમ કાર્ડ અને એક માઈક્રો એસડી કાર્ડ લગાવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, જીપીએસ, એ-જીપીએસ, ઈન્ફ્રોરેડ, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 4.1, એક 3.5 એમએમ ઓડિયો જેક અને એક માઈક્રો-યૂએસબી પોર્ટ આપાવામાં આવ્યું છે. ડિવાઈસને પાવર માટે 3000 એમએએચની બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોન 8 દિવસની બેટરી બ્રેકઅપ આપે છે.