xiaomi-redmi-6-pro-launch-india-spec-price-features
  • Home
  • Technology
  • iPhone X જેવા લુકવાળા Redmi 6 Proનું આજથી વેચાણ શરૂ, જાણો ઓફર

iPhone X જેવા લુકવાળા Redmi 6 Proનું આજથી વેચાણ શરૂ, જાણો ઓફર

 | 12:38 pm IST

Xiaomiનો નવો બજેટ સ્માર્ટફોન ટોપ મોડલ Redmi 6 Pro હાલમા જ લૉન્ચ થયો હતો. કંપનીએ આ સ્માર્ટફોનને 3GB+32GB મોડલની કિંમત 10,999 રૂપિયા છે તો 4GB+64GB મોડલની કિંમત 12,999 રૂપિયા છે. આ ફોનમાં iPhone X જેવો નોચ આપવામાં આવ્યો છે. આ રેડમી સીરીઝનો પ્રથમ સ્માર્ટફોન છે જેમા નોચ આપવામાં આવ્યો છે.

આજથી Redmi 6 Proનો પહેલો સેલ શરૂ થાય છે. ગ્રાહકો તેને Xiaomiની વેબસાઈટ પરથી તેમજ એમેઝોન પરથી ખરીદી શકે છે. આ સ્માર્ટફોન રેડ, બ્લેક, ગોલ્ડ અને બ્લુ કલરમાં મળશે.

ડ્યૂઅલ સિમ સપોર્ટ ધરાવતો આ સ્માર્ટફોન Redmi 6 Pro એન્ડ્રોઇડ MIUI 9 પર ચાલે છે. તેમાં 5.84 ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોનમાં 3GB અને 4GB રેમ સાથે Adreno 506 GPU સાથે 2GHz ઓક્ટાકોર સ્નેપ ડ્રેગન 625 પ્રોસેસર છે. સાથે સાથે તેમાં ફેસ અનલોક ફિચર્સ પણ છે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો Redmi 6 Proમાં રિયર ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. પહેલો કેમેરો 12 મેગાપિક્સલ તો બીજો કેમેરો 5 મેગાપિક્સલ છે.ફ્રંટમાં AI પોર્ટેટ મોડ HDR સાથે 5 મેગાપિક્સલ કેમેરો છે.

આ સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરી 32GB અને 64GB જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.  કનેક્ટીવિટીની  વાત કરીએ તો 4G VoLTE, Wi-Fi 802.માઇક્રો USB સપોર્ટ છે. આ સ્માર્ટફોનની બેટરી 4000mAhની છે.