Redmi 5 Pro લેવાનું વિચારી રહ્યો હોય તો છોડો હવે સસ્તા ભાવમાં લૉંચ થયો આ સ્માર્ટફોન! - Sandesh
  • Home
  • Technology
  • Redmi 5 Pro લેવાનું વિચારી રહ્યો હોય તો છોડો હવે સસ્તા ભાવમાં લૉંચ થયો આ સ્માર્ટફોન!

Redmi 5 Pro લેવાનું વિચારી રહ્યો હોય તો છોડો હવે સસ્તા ભાવમાં લૉંચ થયો આ સ્માર્ટફોન!

 | 5:50 pm IST

સતત સસ્તા ભાવે દમદાર ફીચર્સ સાથેના સ્માર્ટફોન લૉંચ કરીને યૂઝર્સની વચ્ચે પસંદગી બનેલી ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ બજારમાં વધુ એક સ્માર્ટફોન લૉંચ કર્યો છે. આ વખતે કંપની તરફથી શાઓમી રેડમી 5 પ્રો (Xiaomi Redmi 5 Pro) લેવાની પ્લાનિંગ કરી ગ્રાહકોને મોટી ખુશખબરી આપી છે. જો તમે થોડી રાહ જોઈ શકતા હોય તો Redmi 5 Proનું અપડેટેડ વર્ઝન એટલે કે Redmi 6 Pro તમને વધારે પસંદ આવશે. કંપનીએ આ દમદાર ફીચર્સની સાથે બજારમાં રજૂ કર્યો છે

શાઓમી રેડમી 6 પ્રોની સાથે કંપનીએ એમઆઈ પેડ 4ને પણ લૉંચ કર્યું છે. શાઓમી રેડમી 6 પ્રોમાં કંપનીએ 5.84 ઈંચની ડિસ્પ્લે, ડ્યૂલ રિયર કેમેરા, ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને 4000 એમએએચની બેટરી આપી છે. યૂઝરના એક્સપીરિયંસને વધારવા માટે Xiaomi Redmi 6 Proમાં ફેસ અનલોક, વોઈસ આસિસ્ટેંટ ફીચર પણ આપ્યું છે. તેના સિવાય તેની સાથે લૉંચ કરેલા એમઆઈ પેડ4માં 6000 એમએએચની બેટરી આપવામાં આવી છે.

Xiaomi Redmi 6 Proને કંપનીએ 3 GB અને 4 GB રેમવાળા બે વેરિયંટમાં રજૂ કર્યો છે. 3 GB રેમવાળા વર્ઝનમાં 32 GB ની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે, જ્યારે 4 GB રેમવાળા વેરિયંટમાં 64 GBની ઈંટરનલ સ્ટોરેજ આપ્યો છે. તેના 3 GBવાળા વેરિયંટની કિંમત 999 યુઆન (લગભગ 10,400 રૂપિયા) છે, જ્યારે 4 GB વેરિયંટની કિંમત 1,199 યુઆન (લગભગ 12,500 રૂપિયા) છે. અત્યારે ચાઈનામાં લૉંચ કરેલા આ ફોનની ઓનલાઈન સેલ પણ શરૂ થઈ ગયો છે. ફોન બ્લેક, બ્લૂ, ગોલ્ડ, પિંક અને લાલ કવરમાં ઉપલબ્ધ થશે.

શાઓમી રેડમી 6 પ્રો એન્ડ્રોઈડ મીયૂઆઈ 9 પર ચાલે છે. તેમાં 5.84 ઈંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 12 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. તેના સ્ટોરેજને માઈક્રો એસડી કાર્ડથી 256 GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G વીઓએલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, માઈક્રો યૂએસબી અને હેડફોન જેક આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન