xiaomi-redmi-6-pro-price-cut-know-new-price
  • Home
  • Featured
  • પહેલીવાર સસ્તો થયો Xiaomi Redmi 6 Pro, આ છે તેની નવી કિંમત

પહેલીવાર સસ્તો થયો Xiaomi Redmi 6 Pro, આ છે તેની નવી કિંમત

 | 10:47 am IST

Xiaomiએ ફરી એકવાર તેના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપની અનુસાર પહેલીવાર Redmi 6 Proની કિંમત ઘટાડવામાં આવી છે. આ સ્માર્ટફોન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થયો છે. કિંમત ઘટતા તમે તેને 9,999 રૂપિયામાં ખરીદી શકશો. આ સ્માર્ટફોન એમેઝોન, mi.com અને mi home પર મળે છે.

ભારતમાં Redmi 6 Pro 10,999 રૂપિયાની શરૂાઆતની કિંમત સાથે લૉન્ચ થયો હતો. આ 3GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિયન્ટ સાથે આવે છે. બીજુ મોડલ 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલ છે. આ ફોન 12,999 રૂપિયામાં લૉન્ચ થયો હતો. હાલ તેની કિમત 1,000 રૂપિયા ઓછી કરીને 11,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન બ્લેક, ગોલ્ડ, બ્લુ અને રેડ કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

Redmi 6 Pro કંપની પહેલા સ્માર્ટફોન્સમાંથી એક છે જેને નૉચવાળો ડિસ્પ્લે આપવામાં આવ્યો હતો. જો કે સોફ્ટવેર ટ્વીકથી તેને હાઈડ પણ કરી શકાય છે. આ ફોનનો ડિસ્પ્લે 5.84 ઈચનો એસ્પેક્ટ રેશિયો 19.9 છે. જેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 624 પ્રોસેસર આપવામાં આવેલ છે.

ફોટોગ્રાફીની વાત કરીએતો આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવેલ છે. તેમાં એક 12 મેગાપિક્સલનો પ્રાઈમરી લેન્સ છે, જ્યારે બીજો 5 મેગાપિક્સલ છે. કેમેરામાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબ્લાઈઝેશન ફીચર્સ આપવામાં આવેલ છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ સેન્સર આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનની બેટરી 4,000mAhનું છે. કંપનીનો દાવો છે કે આ બે દિવસ બેકઅપ આપે છે. હાલ Xiaomiએ Mi A2 અને Redmi Note 6 Proની કિંમત ઘટાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન