NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ઈન્ડિયામાં ધૂમ મચાવવા આવી રહ્યો છે રેડમી નોટ-4, જાન્યુઆરીમાં થશે લોન્ચ

ઈન્ડિયામાં ધૂમ મચાવવા આવી રહ્યો છે રેડમી નોટ-4, જાન્યુઆરીમાં થશે લોન્ચ

 | 10:13 pm IST

ભારતીય ફેન્સ માટે 2017ની શરૂઆતમાં શાઓમી એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ કંપનીનો શાનદાર બજેટ સ્માર્ટફોન રેડમી નોટ-4 19 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે. કંપનીએ દિલ્હીમાં પોતાની ઈવેન્ટ માટે મીડિયામાં ઈનવાઈટ મોકલવાની શરૂઆત કરી દીધી છે. જોકે, આ ઈનવાઈટમાં સ્પષ્ટ રીતે જણાવ્યું નથી, પરંતુ અટકળો લગાવામાં આવી રહી છે કે, આ ઈવેન્ટમાં રેડમી નોટ-4 લોન્ચ થઈ શકે છે.

આ ડિવાઈસ ચીનમાં પાછલા વર્ષ ઓગસ્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની મેટલ ફિનિશ છે. રેડમી નોટ 4માં 5.5 ઈંચની સ્ક્રિન આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080X1920 પિક્સલ છે. 2.5D કર્વ્ડ ગ્લાસવાળા આ ફોનની ડેન્સિટી 401 PPI છે. ફોનનું પ્રોસેસર પણ લેટેસ્ટ આપવામાં આવ્યું છે. આમાં ડેટા કોર મીડિયા ટેક હેલિયો X20 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનના બંને વેરિયેટમાં 128 જીબી સુધી મેમોરી વધારી શકાશે.

રેડમી નોટ-4 6.0 માર્શમેલો અને કંપનીના નવા ઈન્ટરફેજ MIUI 8 પર ચાલશે. ફોનમાં બે હાઈબ્રિટ સિમ સ્લોટ આપવામાં આવ્યા છે. જેમાં તમે ડ્યુલ સિમ અને એસડી કાર્ડ સ્લોટના રૂપમાં ઉપયોગ કરી શકો છો. આમાં પણ નોટ-3ની જેમ બેક પેનલમાં ફિંગરપિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કંપનીએ આ ફોનમાં f/2.0 એપચર સાથે 13 એમપીનો રિયર કેમેરો આપ્યો છે, જેમાં ડ્યુલ એલઈડી ફ્લેશ પણ આપવામાં આવી છે. આનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો 5 એમપીનો છે

ક્નેક્ટીવિટીની વાત કરીએ તો આમાં જીપીઆરએસ, 4g Volte, બ્લૂટૂથ જીપીએસ, યૂએસબી જેવા ફિચર આપવામાં આવ્યા છે. ફોનને પાવર આપવા માટે 4100 mAhની બેટરી આપવામા આવી છે.

કિંમત

ચીની માર્કેટમાં રેડમી નોટ 4ના 2 જીબી રેમ અને 16 જીબી મેમોરીવાળા વેરિએટની કિંમત 899 યુઆન (9999 રૂપિયા) અને 3 જીબી રેમ 64 જીબી મેમોરીની કિંમત 1,199 યુઆન (12000 રૂપિયા) છે.