NIFTY 9,511.40 -63.55  |  SENSEX 30,958.25 +-179.96  |  USD 64.5250 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Xiaomi હવે ઓફલાઈન કરશે સ્માર્ટફોનનું વેચાણ, ઈન્ડિયન કંપનીઓ માટે ખતરાની ઘંટી

Xiaomi હવે ઓફલાઈન કરશે સ્માર્ટફોનનું વેચાણ, ઈન્ડિયન કંપનીઓ માટે ખતરાની ઘંટી

 | 5:11 pm IST

Xiaomi ચીનની ટેકનોલોજી દિગ્ગજ કંપની શાઓમી પોતાના પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 4નું વેચાણ ઓફલાઈન પણ કરશે. આ પહેલા કંપની પોતના આ ફોન્સને ઈ-કોમર્સ દ્વારા વેચતી હતી. કંપનીએ હાલમાં જ કહ્યું છે કે, ભારતમાં ઓફલાઈન ઉપલબ્ધતા વધારવામાં આવશે.

શરૂઆતમાં કંપની શરૂઆતમાં માત્ર કેટલાક આઉટલેટ્સમાં જ વેચાણ શરૂ કરશે અને તે માટે પ્રી બુકિંગ પણ શરૂ થઈ ચૂકી છે. જોકે, હાલમાં તે સ્પષ્ટ નથી કે, કંપની આનું કયુ વેરિએન્ટ ઓફલાઈન વેચશે. પરંતુ કંપની અનુસાર આની કિંમત 11,499 રૂપિયા હશે. Redmi Note 4નું વેચાણ દિલ્હી, જયપુર અને ચંદીગઢના રિટેલ સ્ટોર્સ પર થશે.

કંપનીના જણાવ્યા અનુસાર માર્ચના છેલ્લા અઠવાડિયાથી રેડમી નોટ 4નું વેચાણ કંપનીની અધિકારીક વેબસાઈટ Mi.com દ્વારા પણ કરશે. કંપનીનો દાવો છે કે, 700થી પણ વધારે રિટેલ સ્ટોર્સમાં આ સ્માર્ટફોનનું વેચાણ કરવામાં આવશે.

ઓફલાઈન વેચાણ વિશે જણાવતા શાઓમી ઈન્ડિયાના ઓફલાઈન હેડ વિપિન રાએ કહ્યું કે, અમે 2016માં ઓફલાઈન ઉપલબ્ધા માટે ઘણું કામ કર્યુ છે.

આ સાથે જ શાઓમી હવે તે ચીની સ્માર્ટફોન કંપનીઓમાં સામેલ થઈ ગયો છે જે પોતાના સ્માર્ટફોન રિટેલ સ્ટોર્સ દ્વારા ભારતમાં વેચે છે. આ સમાચાર ભારતીય સ્માર્ટફોન કંપનીઓ માટે સારી નથી. કેમ કે, પહેલા સ્વદેશી કંપનીઓ ઓફલાઈન વેચાણથી જ કમાણી કરે છે. હાલમાં જ આવેલી રિપોર્ટ પ્રમાણે ચાઈનિંઝ કંપનીઓ ભારતીય સ્માર્ટફોન કંપનીઓને સતત પાછળ છોડી રહી છે.