આ કંપની દર ચાર સેકન્ડે વેચી રહી છે પોતાનો એક સ્માર્ટફોન – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • આ કંપની દર ચાર સેકન્ડે વેચી રહી છે પોતાનો એક સ્માર્ટફોન

આ કંપની દર ચાર સેકન્ડે વેચી રહી છે પોતાનો એક સ્માર્ટફોન

 | 12:03 pm IST

ભારતમાં ખુબ જ ઝડપી વધતા સ્માર્ટફોન માર્કેટને લઈને દુનિયાભરની કંપનિઓ પોતાનો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી રહી છે. આ દરમિયાન કેટલાક સ્માર્ટફોનને તગડો રિસ્પોન્સ મળી રહ્યો છે તો કેટલાક પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

ઈન્ડિયન માર્કેટમાં ધૂમ મચાવનાર કંપનીઓમાં શાઓમી (Xiaomi)નું નામ સૌથી પહેલા લઈ શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેને 2016માં ભારતમાં 1 અબજનું રેવન્યૂ મેળવ્યું હતું. જે તેના માટે ખુબ જ મોટી ઉપલબ્ધી હતી. તે ઉપરાંત કંપનીએ દર સેકન્ડે પોતાનો એક રેડમી નોટ-4નું વેચાણ કર્યુ છે.

45 દિવસમાં વેચાયા 10 લાખ ફોન

કંપની તરફથી રિલીજ પ્રમાણે 23 જાન્યુઆરીએ લોન્ચિંગ બાદથી અત્યાર સુધી 45 દિવસમાં 10 લાખ રેડમી નોટ-4 ફોનનું વેચાણ કર્યુ છે. કંપનીનો દાવો છે કે, આ સાથે જ રેડમી નોટ-4 ભારતમાં સૌથી ફાસ્ટ વેચાનાર સ્માર્ટફોન બની ગયો છે.

10 મીનિટમાં વેચી નાંખ્યા 2.5 લાખ ફોન
આ પહેલા શાઓમીએ જાન્યુઆરીમાં દાવો કર્યો હતો કે, તેને નોટ-4ની પહેલી સેલ દરમિયાન માત્ર 10 મીનિટમાં 2.5 લાખ મોબાઈલ વેચી નાંખ્યા હતા. તે ઉપરાંત હાલમાં Moto G5 Plusની લોન્ચિંગની તૈયારી કરી રહ્યું છે. આને રેડમી નોટનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી ગણવામાં આવે છે.

વર્તમાન સમયમાં રેડમી નોટ-4 ત્રણ અલગ-અલગ વેરિએન્ટમાં આવી રહ્યો છે.

2GB Ram અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 9999 રૂપિયા છે.
3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 10999 રૂપિયા છે.
4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મોર્ડલની કિંમત 12999 રૂપિયા છે.