ભારતમાં આજથી xiaomiના સ્માર્ટફોનનું વેચાણ થયુ શરૂ, જાણો ઓફર - Sandesh
  • Home
  • Technology
  • ભારતમાં આજથી xiaomiના સ્માર્ટફોનનું વેચાણ થયુ શરૂ, જાણો ઓફર

ભારતમાં આજથી xiaomiના સ્માર્ટફોનનું વેચાણ થયુ શરૂ, જાણો ઓફર

 | 5:20 pm IST

ચીનની સ્માર્ટફોન મેકર xiaomi એ હાલમાં ભારતમાં પોતાના બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Redmi Note 5 અને Redmi Note 5 Pro આ બંનેનું વેચાણ પહેલી વાર આજે શરૂ થશે. બંને સ્માર્ટફોનને કંપનીની વેબસાઈટ અને ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.

આ સ્માર્ટફોનનું વેચાણ બપોર 12 વાગેથી શરૂ થઈ ગયું છે. કિંમતની વાત કરીએ તો Redmi Note5 ની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા છે, જ્યારે Redmi Note 5 Pro ની કિંમત 14,999 રૂપિયા છે. લોન્ચ ઓફર હેઠળ જિયોની સાથે 2,200 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

ગ્રાહકો જિયો નેટવર્ક પર આ સ્માર્ટફોનમાં 4.5TB 4G ડેટાનો લાભ લઈ શકે છે. Redmi Note 5નાં બે વેરિયેન્ટ મળશે જેમાં એક 3GB અને 32GB મેમરી છે. બીજા વેરિયેન્ટમાં 4GB રેમની સાથે 64GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવશે.

Redmi Note 5 સ્પેસિફિકેશન :

Redmi Note 5 માં 5.99 ઈંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે અને તેની ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશ્યો 18:9 નો છે. એટલે કે તેને એક બેઝલ લેસ સ્માર્ટફોન કહી શકાય છે.

Redmi Note 5 માં ક્લોલ્કોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની મેક્સ સ્પીડ 2.0GHz છે. આ પ્રોસેસરને પાવર ઈન્ફિશિએન્સી માટે ઓળખવામાં આવે છે. ફોટોગ્રાફી માટે તેમાં 12 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે જેનું અપર્ચર f/2.2 આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો સેન્સર આપવામાં આવ્યું છે અને તેની સાથે સેલ્ફી લાઈટ પણ છે. ફ્રંટ કેમેરાથી 30 ફ્રેમ પ્રતિ સેકન્ડએ ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.

Redmi Note 5 Pro સ્પેસિફિકેશન :

Redmi Note 5 Pro માં 5.99 ની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેનો એસ્પેક્ટ રેશ્યો 18:9 નો છે. મેમરીની વાત કરીએ તો તેમાં અલગ અલગ વેરિયેન્ટમાં અલગ અલગ મેમરી ઓપ્શન છે. 4GB રેમની સાથે 64GB મેમરી, જ્યારે 6GB રેમની સાથે 64GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની મેક્સ સ્પીડ 1.8GHz છે. Redmi Note 5 Pro પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં Qualcomm Snapdragon 636 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.