xiaom નાં આ બે સ્માર્ટફોન ગણતરીની મિનિટોમાં ધડાધડ વેચાઈ ગયા - Sandesh
NIFTY 10,985.35 -33.55  |  SENSEX 36,488.87 +-52.76  |  USD 68.5450 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • xiaom નાં આ બે સ્માર્ટફોન ગણતરીની મિનિટોમાં ધડાધડ વેચાઈ ગયા

xiaom નાં આ બે સ્માર્ટફોન ગણતરીની મિનિટોમાં ધડાધડ વેચાઈ ગયા

 | 3:45 pm IST

ચીનની સ્માર્ટફોન મેકર xiaom એ હાલમાં બે નવા સ્માર્ટફોન Redmi Note 5 અને Redmi Note 5 Pro લોન્ચ કર્યો છે. તેનું વેચાણ 22 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું. કંપની દાવો કર્યો છે કે, Mi.com અને ફ્લિપકાર્ટ પર સેલ દરમિયાન બંને સ્માર્ટફોન માત્ર 2 સેકન્ડમાં વેચાઈ ગયા હતા. સ્માર્ટફોન સિવાય કંપની પહેલી વાર ભારતમાં Mi TV 4 લોન્ચ કર્યું છે અને કંપનીએ કહ્યું કે માત્ર 10 સેકન્ડમાં વેચાઈ ગયું હતું.

xiaom દાવો કર્યો છે કે Redmi Note 5 , Redmi Note 5 Pro અને Mi TV 4 ના 3 લાખ યૂનિટ્સ 10 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં વેચાય ગયા હતા. કંપનીએ એ પણ દાવો કર્યો કે આ સ્માર્ટફોન સેલ ભારતના ઈતિહાસમાં સૌથી મોટું વેચાણ માનવામાં આવે છે.

Redmi Note 5 અને Redmi Note 5 Pro નો બીજો સેલ 28 ફેબ્રુઆરીએ કરવામાં આવશે, જ્યારે Mi TV 4નો બીજો સેલ 27 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. Redmi Note 5 માં 5.99 ઈંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે અને તેની ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશ્યો 18:9 નો છે. એટલે કે એક બેઝલ લેસ સ્માર્ટફોન કહી શકાય છે.

તેમાં તમને 2.5D કર્વ્ડ ગ્લાસ આપવામાં આવશે. તે સિવાય અલગ અલગ વેરિયેન્ટમાં મેમરી અલગ અલગ છે. 3GB રેમની સાથે 32GB મેમરી આપવામાં આવશે, જ્યારે 4GB રેમની સાથે 64GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવશે. માઈક્રો એસડી કાર્ડ દ્વારા તમે તેની મેમરી વધારી શકો છો. તેની કિંમત ક્રમશ 9,999 રૂપિયા અને 11,999 રૂપિયા રાખવામાં આવી છે.

Redmi Note 5 Pro માં 5.99ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેનો એસ્પેક્ટ રેશ્યો 18:9 નો છે. મેમરીની વાત કરીએ તો તેમાં અલગ અલગ વેરિયેન્ટમાં અલગ અલગ મેમરી ઓપ્શન છે. 3GB રેમની સાથે 32GB મેમરી, 4GB રેમની સાથે 64GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જ્યારે 6GB રેમની સાથે 64GB ઈન્ટરનલ મેમરીનું ઓપ્શન પણ છે. આ સ્માર્ટફોનમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે.