Xiaomi Redmi Note 5ના ફીચર્સ અને કિંમત થયા 'LEAK' - Sandesh
  • Home
  • Technology
  • Xiaomi Redmi Note 5ના ફીચર્સ અને કિંમત થયા ‘LEAK’

Xiaomi Redmi Note 5ના ફીચર્સ અને કિંમત થયા ‘LEAK’

 | 1:50 pm IST

Xiomi Redmi પોતાના Redmi Note 4ના અપગ્રેડ વર્ઝન પર કામ કરી રહી છે. થોડા દિવસ પહેલા સમાચાર આવી રહ્યા છે કે આ ફોનને જૂન 2018 સુધીમાં લોન્ચ કરી શકે છે.

એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે Xiaomi Redmi Note 5ની ટેસ્ટિંગ કરવામાં આવી છે અને આ ફોનને કંપની 2018ની શરૂઆતમાં લોન્ચ કરશે. કંપનીના આ હેન્ડસેંટના લોન્ચમાં મોડું એટલા માટે કરી રહી છે કેમ કે કંપની પોતાના લેટેસ્ટ સ્નેપડ્રેગન 632 પ્રોસેસરની જાહેરાતની રાહ જોઈ રહી છે.

specification & price નીચે પ્રમાણે છે
– Xiomi Redmi Note 5માં સ્નેપડ્રેગન 632માં ક્વાલકોમ સ્પેક્ટ્રા 160 આઈએસપી મોડમ છે.
– આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ખુબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.
– આ ફોનમાં 5.99 ઈંચની ફુલ એચડી (1080×2160પિક્સલ) ડિસ્પ્લે મળવાની આશા છે.
– કંપની આ ફોનને 2 વેરિએન્ટમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે.
– આ ફોનના એક વેરિએન્ટમાં 3GB રેમ સાથે 32 GB ઈન્ટરનલ મેમરી જ્યારે બીજા વેરિએન્ટમાં 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમરી મળી શકે છે.
– લીક્સ થવાથી મળતી જાણકારી અનુસાર Redmi Note 5ની કિંમત Redmi 4થી વધારે હશે. ડિવાઈસના બેઝ વેરિએન્ટની કિંમત 1,599 ચીની યુઆન (અંદાજીત 15,700 રૂપિયા) રહેશે.