xiaomi redmi y3 to launch in india on april 24 with 32mp front camera
  • Home
  • Technology
  • Xiaomiનો આ સ્માર્ટફોન 32MPના સુપર સેલ્ફી કેમેરા સાથે આ તારીખે ભારતમાં થશે લોન્ચ

Xiaomiનો આ સ્માર્ટફોન 32MPના સુપર સેલ્ફી કેમેરા સાથે આ તારીખે ભારતમાં થશે લોન્ચ

 | 10:42 am IST

ચાઇનાની સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomiએ ભારતીય બજારમાં તેના અપકમિંગ સ્માર્ટફોન Y3 માટે મીડિયા ઇન્વાઇટ્સ મોકલવાનું શરૂ કર્યું છે. Xiaomiએ પુષ્ટિ કરી છે કે Redmi Y3 સ્માર્ટફોનને 24 એપ્રિલના રોજ ભારતીય બજારમાં વેચશે. આ ફોનની વિશેષતા વિશે વાત કરીએ તો, 32 એમપી કેમેરા રેડમી વાય 3 ના ફ્રન્ટ પેનલ પર આપવામાં આવશે. અગાઉ રેડમી વાય 3 ને વાઇફાઇ સર્ટિફિકેશન મળ્યું હતુ.

Xiaomiનો Redmi Y3 ભારતીય બજારમાં 24 એપ્રિલના રોજ લોન્ચ થવાનો છે. Y સીરીઝના આ ફોનમાં હાઇ-રિઝોલ્યૂશન સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફીના ક્રેજને જોતાં રેડમીએ સેલ્ફી કેમેરાને સ્પેશિયલ ફીચર તરીકે ઉપયોગ કર્યો છે. લીક માહિતી પ્રમાણે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સુપર સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ એક વોટર ડ્રોપ નીચે સેલ્ફી કેમેરા હશે. મીડિયા રિપોર્ટ અનુસાર રેડમીએ હાઇ રિઝોલ્યૂવેશન માટે ISOCELL Bright GD1 ઇમેજ સેંસરનો ઉપયોગ કર્યો છે. આ ફોનમાં વધુ પાવરફૂલ બેટરી લાગેલી હશે. રિપોર્ટ અનુસાર આ ફોનમાં 4000 mAh ની બેટરી લાગેલી હશે. જોકે કંપની દ્વારા સ્પેસિફિકેશન્સને લઇને કોઇ પ્રકારની વિશેષ જાણકારી સામે આવી નથી. આ ફોન MIUI 10 પર આધારિત હશે જે એંડ્રોઇડ Pie પર કામ કરશે. આ 802.11 b/g/n સ્ટાર્ડડ Wi-Fi ને સપોર્ટ કરશે. જાણકારી પ્રમાણે 24 એપ્રિલના બપોરે 12 વાગે લોન્ચિંગ ઇવેંટનું આયોજન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન