Xiaomi, Samsung, not Apple, this phone became number 1 in performance, see list of top 10
  • Home
  • Technology
  • શાઓમી, સેમસંગ કે એપલ નહીં, સ્પીડમાં આ સ્માર્ટફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ

શાઓમી, સેમસંગ કે એપલ નહીં, સ્પીડમાં આ સ્માર્ટફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ

 | 4:12 pm IST

ફોન ખરીદતા પહેલા આપણે મોટે ભાગે રેમ, કેમેરો અને ભાવ જોતા હોઈએ છીએ. તે બધુ જરૂરી નથી કે જે સ્માર્ટફોનની બધે ચર્ચા થઈ રહી હોય, તે જ ફોન બેસ્ટ હોય. AnTuTu ઓક્ટોબરનો શ્રેષ્ઠ પ્રદર્શન સ્માર્ટફોન ચાર્ટ રજૂ કર્યો છે.

આ ચાર્ટનો પ્રથમ નંબર શાઓમી, સેમસંગ કે એપલનો ફોન નથી, પરંતુ એવા ફોને બાજી મારી છે, જેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. આ સૂચિમાં પ્રથમ નંબર Asusનો Rog Phone 2 છે. તેનો કુલ સ્કોર 4,96,226 છે. માહિતી માટે જણાવી દઈએ કે આ એક ગેમિંગ સ્માર્ટફોન છે.

તો OnePlus 7T બીજા સ્થાન પર પોતાનું સ્થાન બનાવ્યું છે, જેનો સ્કોર 4,82,175 છે. વનપ્લસનો OnePlus7 પણ ત્રીજા નંબરે છે, જેનો કુલ સ્કોર 4,75,086 છે. આ સિવાય ચોથા અને પાંચમાં નંબરમાં વનપ્લસના OnePlus 7 Pro અને OnePlus 7 છે.

Samsung Note 10+ એ છઠ્ઠા ક્રમાંકે પોતાનું સ્થાન બનાવ્યું છે, જેનો કુલ સ્કોર 4,49,910 છે. સાતમાં નંબર પર આ ચાર્ટમાં ફરી Asus Zenfone 6 (2019) છે. સેમસંગે આઠમા, નવમા અને દસમા ક્રમે પણ સ્થાન મેળવ્યું છે. શાઓમી અગિયારમા અને બારમા નંબરે આવે છે, તેમાં 11માં નંબર પર Redmi K20 Pro છે અને 12 મા સ્થાને Mi 9T Pro છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન