Technology: xiaomi started selling mi led smart bulb in India
  • Home
  • Featured
  • Xiaomiનો Mi LED સ્માર્ટ બલ્બ ચાલશે 11 વર્ષ, જાણો તેના ફિચર્સ અને કિંમત

Xiaomiનો Mi LED સ્માર્ટ બલ્બ ચાલશે 11 વર્ષ, જાણો તેના ફિચર્સ અને કિંમત

 | 9:32 am IST

ચાઇનાની કંપની Xiaomiએ ભારતમાં તેના એમઆઈ એલઇડી સ્માર્ટ બલ્બ વેચવાનું શરૂ કર્યું છે. શાઓમીના આ સ્માર્ટ બલ્બની કિંમત રૂ. 1,299 છે. ક્રાઉડફંડિંગમાં શાઓમીને એમઆઇ એલઇડી બલ્બને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ એપ્રિલમાં રેડમી વાય 3 ના લોન્ચ સાથે એમઆઇ એલઇડી સ્માર્ટ બલ્બની જાહેરાત કરી હતી. તથા એપ્રિલમાં ક્રાઉડફંડિંગ દરમિયાન એમઆઇ એલઇડી સ્માર્ટ બલ્બ 999 રૂપિયામાં ઉપલબ્ધ હતો. જો કે, હવે તે 300 રૂપિયા મોંઘો થઇ ગયો છે. એમઆઇ ડોટ કોમ, એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા શાઓમીના આ સ્માર્ટ બલ્બ માટે ઓર્ડર કરી શકાય છે.

ઉલ્લેખનિય છે કે ચીનની જાણીતી કંપની Xiaomiએ અગાઉ ભારતમાં એક ઇવેન્ટ આયોજીત કરી હતી. કંપનીએ આ ઇવેન્ટમાં ત્રણ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા હતા. જેમાં Redmi Y3, Redmi 7 અને Mi LED સ્માર્ટ બલ્બ સામેલ હતા. આ સ્માર્ટ બલ્બ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉપકરણને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, આ બલ્બ એમેઝોન એલેક્સા વૉઇસ સહાયક સાથે સંચાલિત થઈ શકે છે.

Xiaomi ઈન્ડિયાએ ભારતમાં સ્માર્ટ બલ્બ લોન્ચ કર્યા છે. એમઆઈનાં આ સ્માર્ટ બલ્બમાં વર્ચુઅલ આસિસટન્ટ અમેઝન એલેક્સા અને ગૂગલ આસિસટન્ટ બંનેને સપોર્ટ મળશે. Xiaomiનાં આ સ્માર્ટ બલ્બમાં 16 લાખ રંગ છે, જેની લાઈફ 11 વર્ષ છે. આ બલ્બને એમઆઈ હોમ એપ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે. જેનું વેચાણ કંપનીની વેબસાઈટથી આજથી થશે. જોકે, કંપનીએ તેની કિંમત થોડીક વધુ રાખી છે.

આ બલ્બની ક્ષમતા 10 વૉટની છે. આ બલ્બની સાથે હોલ્ડરને અલગથી ખરીદવું પડશે. બલ્બનાં સેટઅપની વાત કરીએ તો, તેને એમઆઈ હોમ એપ દ્વારા કંટ્રોલ કરી શકાશે. જોકે, આ બલ્બ માટે વાઈ-ફાઈ અને વીજળીની જરૂર પડશે. તો એપ દ્વારા બલ્બનાં રંગો બદલી શકાશે, સાથે જ ઓન અને ઓફ પણ કરી શકાશે. આ બલ્બમાં કેટલીવાર બાદ બલ્બનો રંગ બદલવો તે પણ સેટ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન