Redmi phone with 48MP AI Dual camera launching on Jan 10
  • Home
  • Featured
  • શું રેડમી, શાઓમીથી અલગ બ્રાન્ડ બનશે? બુધવારે લૉંચ થશે 48MP કેમેરાવાળો સ્માર્ટફોન

શું રેડમી, શાઓમીથી અલગ બ્રાન્ડ બનશે? બુધવારે લૉંચ થશે 48MP કેમેરાવાળો સ્માર્ટફોન

 | 6:46 pm IST

ચીની સ્માર્ટફોન મેકર શાઓમીનો મોસ્ટ એવેટેડ Redmi Phone બુધવારે લૉંચ થનાર છે અને આ ફોનની ખાસિયત તેનો પાવરફૂલ કેમેરો છે. શાઓમીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, આ ફોનમાં 48MPનો કેમેરો હશે. તેની સાથે રેડમી, શાઓમીથી અલગ બ્રાંડ બનવા જઇ રહી છે. આશા સેવવામાં આવી રહી છે કે આ નવો સ્માર્ટફોનનું નામ Redmi Pro 2 હશે, તો અમુક રિપોર્ટ્સનો દાવો છે કે તેનું નામ Redmi Note 7 હોઇ શકે છે.

કંપનનીના ગ્લોબલ સ્પોક્સપર્સને ડોનોવાન સંગે ફોનના પાછલા ભાગની એક સ્કેચ ઇમેઝ પોસ્ટ કરી છે, જેમાં વર્ટિકલી અલાઇંડ ડ્યૂઅલ કેમેરા દેખાઇ રહ્યા છે. તેમાં લખેલું દેખાઇ રહ્યું છે કે, ’48 MP AI Dual Camera’। સંગે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ચાઇનામાં રેડમી લૉંચ થવામાં માત્ર બે દિવસ બાકી છે. તેના પહેલા શાઓમી પ્રેસિડેંટ લિન બિને પણ 48MP કેમેરાવાળા ફોનની તસ્વીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે, આ ખુબ જલ્દીથી લૉંચ થશે.

શાઓમીના ટીજર્સ અને પોસ્ટર્સે સંકેત આપ્યા છે કે રેડમીનો આ ફોન ગ્રેડિઅન્ટ બ્લેક કલરમાં 48MP કેમેરાની સાથે લૉંચ થશે. આ લૉંચ ઇવેન્ટ બીઝિંગમાં થનાર છે. ગત લીક થયેલા અહેવાલોનું માનીએ તો ફોનમાં 48MP કેમારા સિવાય, ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર, 6 ઇંચની ડિસ્પ્લે અને 4000mAhની બેટરી જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન