xiaomi-to-launch-mi-mix-3-with-5g-support-in-octomber
  • Home
  • Technology
  • 5G સપોર્ટવાળો Mi Mix 3 ઓક્ટોબરમાં થશે લૉન્ચ

5G સપોર્ટવાળો Mi Mix 3 ઓક્ટોબરમાં થશે લૉન્ચ

 | 2:29 pm IST

ચીની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી થોડા સમયમાં જ Mi Mix 3 લૉન્ચ કરવાની છે. એક રિપોર્ટ અનુસાર Mi Mix 3 ઓક્ટોબરમાં લૉન્ચ થશે. આ સ્માર્ટફોનમાં પોપ અપ કેમેરા મોડ્યૂલ આપવામાં આવ્યો છે. કેમકે ડિસ્પ્લેમાં નીચે કે ઉપર કેમેરા માટે કોઈ જગ્યા નથી ફોનમાં આખી સ્ક્રીન આપવામાં આવી છે. થોડા સમય પહેલા જ ઓપો અને વીવોએ અપ કેમેરાવાળા સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે.

શાઓમીના પ્રોડક્ટ મેનેજરે એક ફોટા શેર કર્યો છે જેનાથી ખબર પડે છે કે આ સ્માર્ટફોન 5G સપોર્ટવાળો છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ છે કે અમે શાઓમીના ફોન માટે 5G ડેટા કનેક્શન ટેસ્ટ કર્યુ છે. 5Gની ડાઉનલોડ સ્પીડ 4G કરતા 10 ગણી વધારે છે. આ પહેલા Motorolaએ 5G સપોર્ટવાળો Moto Z3 લૉન્ચ કર્યા છે.

જો કે હાલતો આ સ્માર્ટફોનના ટીઝર સીવાય કંપની તરફથી કોઈ માહિતી આપવામા આવી નથી. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનામાં ક્વૉલકોમનો ફ્લેગશિપ પ્રોસેસર સ્નેપડ્રેગન 845 હશે. કંપની એમોલ્ડ ડિસ્પ્લે યૂઝ કરી શકે છે.