Xiaomi will soon have a big bang in India, Learn about Mi A3 Phones A to Z Information
  • Home
  • Technology
  • Xiaomi વાળા જલ્દી જ ભારતમાં કરશે મોટો ધમાકો, Mi A3 ફોન વિશે જાણો A to Z માહિતી

Xiaomi વાળા જલ્દી જ ભારતમાં કરશે મોટો ધમાકો, Mi A3 ફોન વિશે જાણો A to Z માહિતી

 | 4:30 pm IST

Xiaomiએ નેક્સટ-જનરેશન એન્ડ્રોઈડ વન સ્માર્ટફોન Mi A3ને જલ્દી જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. શાઓમી ઈન્ડિયાના ડાયરેક્ટર મનુ કુમાર જૈને સોમવારે એક ટીઝર વીડિયો રિલીઝ કર્યો હતો. પોસ્ટ કરવામાં આવેલા તે વીડિયો 1 મિનિટ 23 સેકન્ડનો છે. તે વીડિયોમાં ફોન સ્પેસિફિકેશનને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ નવા શાઓમીની ઝલક જરૂર આપી છે.

શાઓમીનો આ નવો Mi A3 ગત વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવેલ Mi A3નો જ અપગ્રેડેડ વર્ઝન હશે. આ સ્માર્ટફોન સ્ટોક એન્ડ્રોઈડ પર કામ કરે છે અને શાઓમીના પોર્ટફોલિયો એકમાત્ર સ્માર્ટફોન છે, જે એન્ડ્રોઈડ વનની સાથે આવે છે. Mi A3ને તાજેતરમાં સ્પેનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

શાઓમી ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટથી એક ટીઝર વીડિયો જાહેર કર્યું છે, જેમાં મનુ કુમાર જૈન Mi ફેન્સને ભારતમાં Mi A3ની લોન્ચિંગ તારીખને પ્રોડક્ટ કરવા માટે કહી રહ્યાં છે. સાથે જ મનુ જૈને આ સ્માર્ટફોનની ઝલક પણ દેખાડી છે. જ્યાં આ સ્માર્ટફોનના રિયર પૈનલ પર ગ્રેડિએન્ટ ફિનિશિંગ જોવા મળે છે.

ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઈ જાણકારી સામે આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અહિંયા કિંમત સ્પેનના આ સ્માર્ટફોન માટે રાખેલી કિંમતની આસપાસ હોઈ શકે છે. જણાવી દઈએ કે ગત મહિને શાઓમીએ Mi A3ને સ્પેનમાં લોન્ચ કર્યો છે. ત્યાં તેની કિંમત 64GB વેરિએંટ માટે EUR 249 (લગભગ 19,900 રૂપિયા) અને 128GB વેરિએંટ માટે EUR 279 (લગભગ 22,200 રૂપિયા) રાખવામાં આવી છે.

ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે Mi A3ના રિઅરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેટઅપમાં 48MP+8MP+2MP કેમેરા આપવામાં આવ્યા છે. તેની બેટરી 4,030mAHની છે અને આમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.

આ વીડિયો પણ જુઓ: ભાઇ બહેનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બહેન કમર શેખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન