એપલ, સેમસંગ અને વન પ્લસને ટક્કર આપશે Xiaomi ની POCO બ્રાન્ડ - Sandesh
  • Home
  • Technology
  • એપલ, સેમસંગ અને વન પ્લસને ટક્કર આપશે Xiaomi ની POCO બ્રાન્ડ

એપલ, સેમસંગ અને વન પ્લસને ટક્કર આપશે Xiaomi ની POCO બ્રાન્ડ

 | 11:23 am IST

ભારતમાં ગત થોડા વર્ષોની અંદર શાઓમીએ મિડ રેન્જ અને બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં સારો એવો નફો કર્યો છે અને સેમસંગ પાછળ છોડી દીધી છે. પરંતુ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં શોમેઈના ઉચ્ચતમ સ્માર્ટફોન્સે હજી સુધી કંઈ બતાવ્યું નથી. ઘણી વખત શૉઓમીને અહીં તેના મુખ્ય સ્માર્ટફોન લોન્ચ કરવા માટે આઘાત લાગ્યો છે. એટલા માટે એપલ, સેમસંગ અને વન-પ્લસ વર્તમાન રાઉન્ડમાં પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરી પર પ્રભુત્વ ધરાવે છે. પરંતુ હવે શોઓમી અહીં પ્રવેશવા માટે તૈયાર છે.

આ તમામ બ્રાન્ડ માટે કંપનીએ શાઓમીના પ્રોડક્ટ મેનેજર જય માનીને લીડ પ્રોડક્ટ મેનેજર બનાવ્યા છે. એક ટ્વીટમાં જયએ કહ્યું છે કે,’હું નાની ટીમ સાથે એક નવા પ્રોજેક્ટને લઇ ખુબ જ ઉત્સાહિત છું. આ અંતર્ગત એવા પ્રોડક્ટ બનાવી શકીશુ જેનાથી જેનું સપનું જોયુ છે, અમે આ પ્રોજેક્ટને POCO કહીએ છીએ.’

એક ઇન્ટરવ્યૂમાં શાઓમીના વાઇસ પ્રેસિડેન્ટ અને કંન્ટ્રી હેડ મનુ જૈનએ કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, જ્યારે અમે 20 હજાર રૂપીયા ઉપરના ડિવાઇસ લોન્ચ કરવા જોઇએ, કારણ કે લોકો હવે અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છે અને તેમણે એવું પણ કહ્યું કે, ગ્રાહકોને હવે આ સેગ્મેન્ટમાં પણ પસંદગી મળશે. કારણ કે, માર્કેટની સરેરાસ સેલિંગ પોઇન્ટ પણ ઉપર જઇ રહી છે.

રિપોર્ટસ અનુસાર શાઓમી ભારતાં POCO બ્રાન્ડ અંતર્ગત પ્રથમ સ્માર્ટફોન POCO F1 લોન્ચ કરશે . XDA ડેવલપર્સની રિપોર્ટ અનુસાર સર્ટિફિકેશનખથી એવું કંન્ફર્મ થયુ છે કે, સ્માર્ટફોનમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામા આવશે અને તેમા ડ્યુઅલ કેમેરા હશે. આશા કરવામાં આવી શકે છે કે હાઇ એન્ડ સ્માર્ટફોનમાં શાઓમી ભારતીય બજારમાં બીજી કંપનીઓ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.