xiaomiના આ સ્માર્ટફોન્સ પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ! - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • xiaomiના આ સ્માર્ટફોન્સ પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ!

xiaomiના આ સ્માર્ટફોન્સ પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ!

 | 1:24 pm IST

ચીનની મોબાઈલ ફોન બનાવનારી કંપની xiaomiએ પોતોનો બિઝનેસ ભારતમાં ફેલાવ્યો છે. xiaomiના સ્માર્ટફોન્સ ભારતમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યાં છે. તેના કારણે કંપનીએ સેમસંગ જેવી કંપનીને પણ પાછળ છોડી દીધા છે. જોકે હવે કંપની એક મોટી મુશ્કેલીમાં ફસાઈ છે અને તેની અસર બિઝનેસ પર પડી શકે છે.

પોતાના બજેટ સ્માર્ટફોનથી xiaomiને ટક્કર આપનારી કંપની Coolpadએ તેને લીગલ નોટિસ આપી છે. Coolpad પોતાની સહાયક કંપની Yulong કોમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા xiaomi વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં xiaomiના પોપ્યુલર Mi સ્માર્ટફોન પર બેન લગાવવાની માગણી કરાઈ છે.

એક અહેવાલ મુજબ xiaomi વિરુદ્ધ પેટન્ટ ચોરવાનો કેસ કરાયો છે. કૂલપેડએ xiaomiના કેટલાક સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહી છે. આ સ્માર્ટફોન Mi Mix, Redmi Note5, Redmi Note4X, Mi 6, Mi Max2, Mi Note 3, Redmi 5 Plus અને Mi 5X છે.

આ ઉપરાંત કૂલપેડે પેટન્ટના ઉલ્લંધનના કારણથી થનારા નુકસાનની ચૂકવણી કરવાની માગણી xiaomiને કરી છે. જોકે આ પહેલીવાર નથી, જ્યારે xiaomiએ કથિત પેટન્ટ ઉલ્લંધન વિરુદ્ધ કંપની પર કેસ કર્યો હોય. આ પહેલા જાન્યુઆરીમાં કૂલપેડએ xiaomi વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.