amazon પર ટૂંક સમયમાં લોન્ચ થશે Xiaomiનો આ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ - Sandesh
NIFTY 10,626.35 -56.35  |  SENSEX 34,938.08 +-211.04  |  USD 67.9850 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • amazon પર ટૂંક સમયમાં લોન્ચ થશે Xiaomiનો આ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

amazon પર ટૂંક સમયમાં લોન્ચ થશે Xiaomiનો આ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

 | 4:11 pm IST

ચીની સ્માર્ટફોન બનાવતી Xiaomi ભારતમાં એક નવો સ્માર્ટફોન લઈને આવી રહી છે. કંપનીએ આ પણ કન્ફર્મ કર્યું છે કે હાલમાં આ ફોન ફક્ત વિશિષ્ટ રીતે amazon ઇન્ડિયા પર લોન્ચ કરવામાં આવશે. amazonએ એક ખાસ પેજ પણ તૈયાર કર્યું છે. કંપનીએ એક ટીઝર પણ બહાર પડ્યો છે જે  Redmi 5 માટે છે. રીપોર્ટસના અનુસાર કંપની 14 માર્ચે Redmi  5 લોન્ચ કરી રહી છે.

બીજા Xiaomi સ્માર્ટફોનના જેમ ગ્રાહક આ ફોનને પણ mi.com અને EMI હોમ સ્ટોર પરથી ખરીદી શકે છે. પોતાના બજેટ સ્માર્ટફોન માટે પોપ્યુલર Xiaomiએ ભારતમાં હાલમાં જ રેડમી નોટ 5 અને નોટ 5 પ્રો લોન્ચ કર્યો છે. અને કહેવામાં આવી રહ્યું છે કે આવનાર ફોન રેડમી નોટ 5ની કિંમતથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. જો કે તે ફોનની કિંમત 9,999 રૂપિયા છે.

Specification નીચે પ્રમાણે છે
– Redmi 5માં 5.7ની ઇંચની HD+ (720×1440 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે.
– Redmi 5 ફોનનો અસ્પેર્ટ રેશિયો 18:9 છે.
– Redmi 5માં 1.8GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
– Redmi 5માં 506 GPU છે.
– Redmi 5ના બે વેરિએન્ટ હશે જેમાં 2GB રેમમાં 16GB મેમરી આપવામાં આવશે જયારે બીજ ફોનમાં 3GB રેમ સાથે 32GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે.
– Redmi 5 એન્ડ્રોયડ 7.1 નૂગા બેસ્ડ MIUI 9 પર રન કરે છે.
– Redmi 5માં અપર્ચર f/2.2, PDAF અને LED ફ્લેશ સાથે 12 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
– Redmi 5માં સેલ્ફી માટે સોફ્ટ લાઈટ ફ્લેશ મોડ્યૂલ સાથે 5 મેગાપિર્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
– Redmi 5ની બેટરી 3300mahની રાખવામાં આવી છે.
– Redmi 5ની કિંમત આશરે 7,999 રૂપિયા રાખવામાં આવી છે