'XXX'નું ટ્રેલર જોયા બાદ દીપિકાના ફેન્સે કઈ રીતે ઉડાડી મજાક, હસીને થઈ જશો લોટપોટ - Sandesh
  • Home
  • Entertainment
  • ‘XXX’નું ટ્રેલર જોયા બાદ દીપિકાના ફેન્સે કઈ રીતે ઉડાડી મજાક, હસીને થઈ જશો લોટપોટ

‘XXX’નું ટ્રેલર જોયા બાદ દીપિકાના ફેન્સે કઈ રીતે ઉડાડી મજાક, હસીને થઈ જશો લોટપોટ

 | 5:26 pm IST

દીપિકા પાદુકોણની હોલિવુડ ડેબ્યુ ફિલ્મ ‘ટ્રીપલ એક્સ ધ રિટર્ન ઓફ એક્સજેંડર કેજ’ની તેના ચાહકો અધીરાઈ પૂર્વક રાઈ જોઈ રહ્યાં હતાં. પરંતુ બુધવારના રોજ જેવું જ આ ફિલ્મનું ટ્રેલર આવ્યું, તેના બધાં જ ચાહકો નિરાશ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે હોલિવુડ પ્રોજેક્ટની ચર્ચા કેટલાક મહીનાઓથી થઈ રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે તેણી આ ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવશે પરંતુ ડોઢ મિનિટના ટ્રેલરમાં દીપિકા માત્ર 3-4 સેકન્ડ સુધી જ જોવા મળી. આ જોઈને બધા લોકો કહેવા લાગ્યા કે તેણી ફિલ્મમાં માત્ર શો પીસ તરીકે છે કે શું? આખા ટ્રેલરમાં માત્ર વિન ડીઝલ જ છવાયેલા જોવા મળે છે, તેની સામે માત્ર 3 ફ્રેમમાં દિપીકા જોવા મળે છે. ટ્રેલર જોયા બાદ દીપિકાની આ ફિલ્મને લઈને જોરદાર મજાક ઉડી રહી છે.

દીપિકાના એક ચાહકે લખ્યું કે, ‘ટ્રેલરમાં દિપીકાને જો જોવી હોય તો ટ્રેલર 2થી 3 વાર જોવું પડશે.’ બીજા એક ચાહકે કહ્યું કે, ‘આ ફિલ્મમાં દીપિકા ક્યાં છે?  તેણી આ ફિલ્મનો પાર્ટ છે કે માત્ર સેકન્ડો માટે આવે છે.’ એક ચાહકે તો હદ કરી દીધી અને કહ્યું કે, ‘આશા રાખું છે કે ‘ટ્રીપલ એક્સ3’માં તેઓ દીપિકાનું નામ ભારતની અંદર ફિલ્મ ચલાવવા ન રાખે. અમને ખબર છે કે ભારત તમારા માટે મોટું માર્કેટ છે.’