ભારત આવ્યો હોલિવૂડ સ્ટાર, દીપિકાએ કર્યુ ભવ્ય સ્વાગત

428

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની પ્રથમ હોલિવૂડ ફિલ્મ xXx: Return of Xander Cage નાં કો-સ્ટાર વિન ડીઝલે પોતાનો વાયદો પૂરો કર્યો છે. જી હા, વીન ભારત આવી પહોંચ્યો છે અને દીપિકાએ પણ પોતાના વાયદા મુંજબ વીનનું જોરદાર સ્વાગત કર્યુ છે.

vin Dipeeka

દીપિકાએ પારંપરિક અંદાજમાં સ્વાગતની તૈયારીઓ કરી હતી. તમને જણાવી દઇએ કે, ભારતમાં દીપિકાની પ્રથમ હોલિવૂડ ફિલ્મ xXx: Return of Xander Cage રિલીઝ થવા જઇ રહી છે. વીન ડીઝલ આ ફિલ્મનાં પ્રિમિયર માટે મુંબઇ આવી ગયો છે. આ ફિલ્મને ‘ઇનસાઇડ’ અને ‘ઔર ઇગલ આય’ જેવી ફિલ્મોને નિર્દેશિત કરનારા ડી જે કારૂસોએ ડાયરેક્ટ કરી છે.

ભારતીય સ્વાગતનાં આ અંદાજથી વિન ખુબ જ નજર આવી રહ્યો હતો. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, વીનની આ વિઝિટ દરમિયાન તે અને દીપિકા એકસાથે કોફી વિથ કરણ માટે શૂટિંગ પણ કરશે. વિનનાં આ સ્વાગતનો એક વીડિયો પણ શૂટ કરવામાં આવ્યો છે. જેમા વીનનાં જોરદાર સ્વાગતને પણ દેખી શકાય છે.

xXx: Return of Xander Cage ફિલ્મમાં બોલિવૂડની મસ્તાની ગર્લ જોરદાર એક્શન કરતી નજર આવી રહી છે. ફિલ્મમાં દીપિકાનાં પાત્રનું નામ સેરેના છે. ફિલ્મનાં ટ્રેલરમાં તે બંન્ને પગને 180 ડિગ્રીનાં એંગલ પર સ્પ્લિટ કરતા પણ દેખાડવામાં આવી છે. વીન ડીઝલ સાથે પણ દીપિકા સ્ટન્ટ સીન્સ કરતી નજર આવી રહી છે.