'Yahoo'નો ઇન્ટરનેટ બિઝનેસ ૪.૮ અબજ ડોલરમાં વેરિઝોને ખરીદ્યો - Sandesh
  • Home
  • Business
  • ‘Yahoo’નો ઇન્ટરનેટ બિઝનેસ ૪.૮ અબજ ડોલરમાં વેરિઝોને ખરીદ્યો

‘Yahoo’નો ઇન્ટરનેટ બિઝનેસ ૪.૮ અબજ ડોલરમાં વેરિઝોને ખરીદ્યો

 | 9:55 pm IST

‘ડોટ કોમ’ની તેજી વખતે સૌથી મહત્વની બની ગયેલી ‘યાહૂ’નો એક સ્વતંત્ર કંપની તરીકે હવે અંત આવ્યો છે. કંપનીનો કોર બિઝનેસ ૪૮૩ કરોડ ડોલર અર્થાત્ ૩૨,૪૦૦ કરોડ રૂપિયામાં વેરિઝોને રોકડેથી ખરીદી લીધો છે. અલબત્ત સમગ્ર સોદો ૨૦૧૭ના પ્રથમ ચરણ સુધીમાં પાર પડશે. ‘યાહૂ’ના કોર બિઝનેસમાં સર્ચ એન્જિન, ઈ-મેલ સર્વિસ, ફોટો શેરિંગ સર્વિસ ફ્લીકર, બ્લોગિંગ પ્લેટફોર્મ ટમ્બલર, મેસેન્જર તથા એડવર્ટાઇઝ ટેક્નોલોજી ટૂલ્સનો સમાવેશ થાય છે.

આ કોર બિઝનેસનાં વેચાણ બાદ ‘યાહૂ’નું અસ્તિત્વ એક જાયન્ટ કે અગ્રણી ઇન્ડિપેન્ડટ ઇન્ટરનેટ કંપનીમાંથી સંકોચાઈને માત્ર ઓપરેટિંગ કંપની તરીકેનું રહી જશે. મઝાની વાત એ છે કે ‘ડોટ કોમ બૂમ’ દરમિયાન વર્ષ ૨૦૦૦માં ‘યાહૂ’નું વેલ્યુએશન ૧૩૦ અબજ ડોલરનાં શિખરે પહોંચી ગયું હતું ત્યારે માઇક્રોસોફટ દ્વારા ૪૪ અબજ ડોલરમાં ટેકઓવરની ઓફર કરાઈ હતી.

‘ડીલ’નાં પગલે ‘યાહૂ’ પાસે હવે ઈ-કોમર્સ જાયન્ટ ‘અલીબાબા’નો ૧૫ ટકાનો હિસ્સો, યાહૂ-જાપાન કોર્પોરેશનમાંનો ૩૫ ટકાનો હિસ્સો બચે છે, જેનું વેલ્યુએશન ૪૦ અબજ ડોલર થવા જાય છે. અલીબાબામાં ‘યાહૂ’નું મૂળ રોકાણ ૨૦૦૫માં એક અબજ ડોલરનું હતું.

‘યાહૂ’ના ઇન્ટરનેટ બિઝનેસ હસ્તગત કરવાની ‘વેરિઝોન’ના એઓએલ ઇન્ટરનેટ બિઝનેસ ફાયદામાં રહેશે. વેરિઝોને ગત વર્ષે ૪.૪ અબજ ડોલરમાં એઓએલ ઇન્ટરનેટ કે ટેકઓવર કરી હતી. ચાલુ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ‘યાહૂ’ની આવક ૧૯ ટકા ઘટી છે જ્યારે ખોટ વધીને ૪૪ કરોડ ડોલરને વટાવી ગઈ છે. શેરનો ભાવ બે ટકા ઘટીને ૩૮.૫૫ ડોલર દેખાતો હતો. કંપનીનું માર્કેટકેપ ૩૭.૧૯ અબજ ડોલરનું છે.

‘યાહૂ’નો અંત

  • ડોટ.કોમ બૂમ’ વખતે યાહૂની વેલ્યૂ ૧૩૦ અબજ ડોલર થઈ ગઈ હતી.
  • ૨૦૦૫માં માઇક્રોસોફટ દ્વારા ૪૪ અબજ ડોલરની ટેકઓવર ઓફર આવી હતી.
  • નીચું ‘વેલ્યુએશન’ ગણાવી ઓફર રિજેક્ટ કરાઈ હતી
  • હવે પાંચ અબજ ડોલરથી પણ ઓછામાં ઇન્ટરનેટ બિઝનેસ વેચાયો.
  • કંપનીની જૂન ક્વાર્ટરની આવક ૧૯ ટકા ઘટી, ખોટ વધીને ૪૪ કરોડ ડોલર થઈ.
  • શેરનો ભાવ ખૂલતાંની સાથે બે ટકા ડાઉન.