NIFTY 9,360.55 -25.60  |  SENSEX 30,301.64 +-63.61  |  USD 64.7300 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Yahoo બનશે Altaba, સીઈઓએ આપશે રાજીનામું

Yahoo બનશે Altaba, સીઈઓએ આપશે રાજીનામું

 | 12:16 am IST

યાહૂની કોર્પોરેટ ઓળખ બદલાઇ રહી છે. જો 4.8 અબજ ડોલરમાં વેરાઇઝન સોદો થઇ જશે તો કંપનીનું નવું નામ હવે અલતાબા ઇન્કોર્પોરેશન થઇ જશે. એ સાથે જ તેના બોર્ડનું કદ પણ અડધું થઇ જશે, જેને કારણે સીઇઓ મૈરિસા મેયરે પણ રાજીનામું આપવું પડશે. આ સોદો થઇ જાય તો ઇ-મેલ , વેબસાઇટ , મોબાઇલ એપ્સ અને એર્ડવટાઇઝિંગ ટૂલ પણ વેરાઇઝનના થઇ જશે.

આ સોદા સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કંપનીનું નવું નામ એલ્ટરનેટિવ અને અલીબાબાનું જોડકું નામ છે. યાહૂના દસ સભ્યોના બોર્ડમાં અત્યારે સીઇઓ મૈરિસા સહિત ચાર ડાયરેક્ટર છે. વેરાઇઝન સાથે સોદો પાર પડે એ પછી બોર્ડના તમામ સભ્યો રાજીનામું આપશે. જો કે હાલમાં જ યાહૂના એકાઉન્ટસ બે વખત હેક થયા પછી આ સોદો જોખમમાં આવી પડયો હતો. આ હેકિંગની ઘટનામાં એક અબજ એકાઉન્ટસની અંગત વિગતો ચોરી લેવાઇ હતી. જે ફેરફાર થઇ રહ્યા છે, તેમાં ગઇ કાલે યાહૂના ડાયરેક્ટર એરિક બ્રાન્ટ કંપનીના ચેરમેન બની જશે. બ્રાન્ટ મેનાર્ડ વેબની જગ્યા લેશે.જો કે વેરાઇઝન સાથે સોદો થાય ત્યાં સુધી એમિરટસ ચેરમેન રહેશે.

વેરાઇઝન સોદો શું છે ?
જુલાઇ 2016માં 4.5 અબજ ડોલરમાં યાહૂ વેરાઇઝન સોદા અંગે સહમતી થઇ હતી . આ સોદા હેઠળ વેરાઇઝને યાહૂના મુખ્ય વ્યાપાર ઇન્ટરનેટને ખરીદવાનું હતું.સ્ટોક એક્સ્ચેન્જને યાહૂએ કરેલી અરજીમાં જણાવાયું છે કે એક વાર આ સોદો સંપન્ન થઇ જાય એ પછી કંપની અલતાબાના નામે ઓળખાશે. એમ લાગે છે કે માર્ચના અંત સુધીમાં આ સોદો પાર પડી જશે.

યાહૂ પાસે અલીબાબાના ફ્ક્ત 15 ટકા શેર બચશે !
આ સોદો થઇ જાય પછી યાહૂ પાસે ફક્ત ચીની કંપની અલીબાબાના ૧૫ ટકા શેક બાકી રહી જશે. અલીબાબા હાલમાં ૩૫ અબજ ડોલરની કંપની છે.

યાહૂની ટાઇમલાઇન
1994- યાહૂની સ્થાપના થઇ, એ વખતે કંપનીનું પૂરું નામ અનદર હાર્યાકિકલી ઓફિસ્યસ ઓરેકલ હતું.
2000- માર્કેટ કેપ5.63 લાખ કરોડરૂપિયા સુધી પહોંચી ગઇ, જે તેની મહત્તમ માર્કેટ કેપ છે
2002- ગૂગલને 24,100 કરોડરૂપિયામાં ખરીદી દેવા માટે ઓફર કરી હતી, પણ ગૂગલે નન્નો ભણ્યો હતો.
2008- માઇક્રોસોફ્ટે 2.23 લાખ કરોડરૂપિયામાં યાહૂને ખરીદી લેવા માટે ઓફર કરી હતી, પરંતુ યાહૂએ ના પાડી દીધી હતી.
2013 – બ્લોગિંગ સાઇટ ટમ્બલરને 7,000 કરોડરૂપિયામાં ખરીદી
2015- યાહૂને 29,000 કરોડની મોટી ખોટ ગઇ
2016- વેરાઇઝને 32,000 કરોડરૂપિયામાં યાહૂને ખરીદી લેવા માટે દરખાસ્ત કરી

1