ટૂંક સમયમાં બંધ થઈ રહ્યું છે Yahoo Messenger, જાણો એક ક્લિકે - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ટૂંક સમયમાં બંધ થઈ રહ્યું છે Yahoo Messenger, જાણો એક ક્લિકે

ટૂંક સમયમાં બંધ થઈ રહ્યું છે Yahoo Messenger, જાણો એક ક્લિકે

 | 5:57 pm IST

યાહૂ પોતાનું વર્ષો જૂનું Yahoo Messengerને આખરે 17 જુલાઈથી બંધ કરવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, યાહૂ યૂઝર્સને ચેટ હિસ્ટ્રી ડાઉનલોડ કરવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવશે. યાહૂ મેસેંજર ઓપન કરતા યૂઝર્સને Squirrelવેબસાઈટ પર રિડાયરેક્ટ આપવામાં આવશે. એટલે કે તમે યાહૂ મેસેંજર એક્સેસ કરવા માટે યૂઆરએલ નાખશો તો સ્ક્વેરેલ મેસેજિંગ એપ ખુલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યાહૂ ગત મહિનાથી સ્ક્વેરેલનું બીટા ટેસ્ટિંગ કરી રહી છે અને તેની શરૂઆત ત્યારે થશે જ્યારે યાહૂ મેસેંજર આખરે બંધ કરી દેવામાં આવશે. જો કે, હાલ પણ યૂઝર્સ તેને ટ્રાય કરી શકે છે. તેના માટે બીટા એક્સેસ જોઈશે અને તમારે રિક્વેસ્ટ કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે યાહૂ મેસેંજર 1998માં લૉંચ કરવામાં આવ્યું છે અને ત્યારે તેનું નામ Yahoo Pager હતું. 21 જૂન 1999એ યાહૂ મેસેંજરના રૂપમાં લૉંચ કરવામાં આવ્યું હતું. હવે આખરે 17 જુલાઈ 2018એ તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીએ મેસેંજર એપનું નવું વર્ઝન લૉંચ કર્યું હતું, જે સફળ રહ્યું નહોતું.

1994માં શરૂ કરવામાં આવેલી ટેક્નોલોજી કંપની યાહૂ એક વખતમાં ઈન્ટરનેટનો પર્યાય હતી, પરંતુ તેને અમેરિકાન ટેલીકૉમ કંપની Verizon 4.8 બિલિયન ડૉલરમાં ખરીદી લીધી હતી અને હવે યાહૂ Verizonની સહાયક કંપની બની ગઈ છે.