યઝદી કન્યા અને અટ્ટાલીનો પડછાયો - Sandesh

યઝદી કન્યા અને અટ્ટાલીનો પડછાયો

 | 2:15 am IST

અરાઉન્ડ ધ વર્લ્ડ : ચંદ્રકાન્ત મારવાડી

યઝદી કન્યા આશ્વાક ૧૪ વર્ષની હતી ત્યારે ઉત્તર ઈરાકમાં આઈએસ ત્રાસવાદીઓએ તેનું અપહરણ કરીને અબુ હુમામ નામના શખ્સને ૧૦૦ ડોલરમાં વેચી દીધી હતી. ત્રણ મહિના સુધી દુષ્કર્મ અને દમન સહ્યા પછી ભાગી છૂટવામાં સફળતા મળી હતી.. કન્યા બધું ભૂલી જવા માતા-ભાઈ સાથે જર્મની પહોંચી હતી. પરંતુ થોડા મહિના પહેલાં જ સુપરમાર્કેટ નજીક કોઈકે ૧૯ વર્ષની ઉંમરે પહોંચેલી કન્યાનું નામ લઈને બૂમ પાડી. નજીક આવેલી કારની આગળની સીટમાં બેઠેલી વ્યક્તિએ તેને જર્મન ભાષામાં પૂછયું કે તુ આશ્વાક છે? કન્યા ગભરાઈ ગઈ. નકારમાં જવાબ આપીને સામે પ્રશ્ન કર્યો કે તમે કોણ છો? સામી વ્યક્તિએ જવાબ આપ્યો હતો,’ હું તને ઓળખું છું આશ્વાક. હું અબુ હુમામ છું.’

તે પછી આગંતુકે અરેબિકમાં કહ્યું કે ,’હું તને ઓળખું છું આશ્વાક. તુ ક્યાં અને કોની સાથે રહે છે તે પણ જાણું છું.’ કન્યાને કલ્પના પણ નહોતી કે તેનો જુલમગાર જર્મનીમાં પણ મળી જશે. હા, અબુ હુમામ યઝદી કન્યા આશ્વાકને જર્મનીમાં બે વાર રસ્તામાં મળી ગયો હતો.

આશ્વાકે પોલીસનો સંપર્ક કરતાં શંકાસ્પદની ઇ-તસવીર બનાવવામાં આવી હતી. બીજીવાર તે મળે તો પોલીસનો સંપર્ક કરવા કન્યાને કહેવાયું. કન્યા કહે છે કે જર્મન પોલીસને સુપરમાર્કેટ વિસ્તારના સીસીટીવી ફુટેજ જોવા કહ્યું હતું, પણ એવું ના બન્યું. જર્મન પોલીસમાં વિશ્વાસ ગુમાવીને આશ્વાક આજે ઈરાક પાછી ફરી છે. જર્મનીમાં યઝદી શરણાર્થીઓ માટે કાર્યરત સંસ્થાઓનું કહેવું છે કે આશ્વાક જ નહીં અન્ય યઝદી કન્યાઓને પણ શરણાર્થીઓ વચ્ચે તેમના એક સમયના અપહરણકર્તાઓનો ભેટો થયેલો છે.

એડોલ્ફ : અટ્ટાલીનો પડછાયો

જર્મન પ્રજાએ એડોલ્ફ હિટલરના રૂપમાં આવો જ પડછાયો જોયો હતો. સદીઓ પછી અચાનક અટ્ટીલા ધ હુણ બેઠો થયો હતો. આમ તો ઓગષ્ટ ૧૯૧૪થી શરૂ થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધમાં એડોલ્ફે બેવેરિઆ સૈન્યના મુખ્યાલયે ફરજ બજાવી હતી. યુદ્ધને અંતે થયેલી વર્સેટાઈલ સંધિથી જર્મન પ્રજા ખિન્ન હતી. તેવામાં હિટલરે ૧૯૧૯માં જ કહી દીધું હતું કે સરકારનો હેતુ યહુદીને દૂર કરી દેવાનો હોવો જોઇએ. માર્ચ ૧૯૨૦થી તો તેણે નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી – નાઝી પાર્ટીના મુખ્યાલયે પૂર્ણકાલિન સેવાઓની શરૂઆત કરી હતી. તેના વક્તવ્યોથી લોકો મંત્રમુગ્ધ હતા. આખરે Hindenburgના પક્ષ અને નાઝી પાર્ટીએ હાથ મિલાવીને કેબિનેટની રચના કરતાં એડોલ્ફ હિટલર જર્મન ચાન્સેલર બની રહ્યો. એડોલ્ફ સરમુખત્યાર અને સૈન્યનો વડો બનતાં વર્સેટાઈલ સંધિનો ભંગ કરીને સૈન્ય શક્તિ વધારવા લાગ્યો. જગત દ્વિતીય વિશ્વ યુદ્ધના કિનારે પહોંચતાં જ એડોલ્ફે ફેબ્રુઆરી ૧૯૩૮માં ચીન સાથેના સંબંધ કાપીને જાપાની એમ્પાયર સાથે હાથ મિલાવ્યા. એડોલ્ફે ચીનના મંચુરિયામાં જાપાને કરેલા કબજાને સમર્થન આપ્યું. તે પછી વિશ્વયુદ્ધના અંત સુધી નિન્જા અને નાઝી સાથે રહ્યા તે વિશ્વ જાણે છે. હવે Nezak અને Khidaritas ( રેડ હુણનું સંસ્કૃત નામ) વિશે વાંચવું રહ્યું? પાંચમી સદીમાં હિન્દુકુશમાં તેમના આગમન સાથે બૌદ્ધ સ્થાપત્યોનો ખુરદો બોલ્યો હતો. રામનો રેકર્ડ ક્યાંય સાચવ્યો હોવાનું જોવા નથી મળતું. સીતા મહાકાળ પૂજક મોંગોલિયાના ચંગેઝે તેમનો પીછો કર્યો હતો. ચીનની દીવાલ પર જ્યાંથી હુમલા થતા હતા તે અલતાઈ (Altai) અને Sayan (સાયન) પહાડને ઓળખ્યા વિના આ શોર ( Shor)ને ઓળખી શકાશે?

Edo (ટોકિયો)/ Aden / Addin / અલ્લાઅદ્દીન  

જાપાનના Edo નગરને ઈ.સ.૧૮૬૮માં ટોકિયો નામ અપાયું હતું Edojidai શાસન પછી, પરંતુ ૩ મે, ૧૮૬૮થી Meijijidai શાસકોએ સત્તા સંભાળીને એડો શહેરનું નામ બદલ્યું હતું. યમન અને જાપાની યામાતો ડાયાનિસ્ટીના સાનિધ્ય વિશે જાણ્યું. Aden (અરેબિક – અદીન) યમનમાં , Edo નાઈજિરાયામાં પણ મળે? સણહજા આફ્રિકામાં, સ’ના યમનમાં અને શિન્જો જાપાનમાં? Shogutane અને Bakafu પરંપરા એટલે એડો અને મેજીજીદાઈની પરંપરા. મજાની વાત એ છે કે સંગઠન અને શોગુટાને જાપાની શબ્દને સંબંધ છે. એડોલ્ફે એડો પરિબળ સાથે હાથ મિલાવ્યા હતા. તુર્ક ઓટ્ટોમન ખિલાફતને સમર્થન એટલે ભારત પર આક્રમણ કરી ચુકેલા Mu’izz ad-Din ( મુઈઝઅદીન – મેજીજિદ્દાઈ), અલ્લાદ્દીનને સમર્થન? ખિલાફત ચળવળને સમર્થન એટલે રામરાજ્યને અલવિદા?

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન