Yami Gautam Bold Look Pics Goes Viral reminds us of disha patani
  • Home
  • Featured
  • Photos: દિશા પટ્ટણીના નકશેકદમ પર યામી ગૌતમ, બોલ્ડ કપડા પહેરી ભલભલાના હોશ ઉડાવ્યાં

Photos: દિશા પટ્ટણીના નકશેકદમ પર યામી ગૌતમ, બોલ્ડ કપડા પહેરી ભલભલાના હોશ ઉડાવ્યાં

 | 11:34 am IST

યામી ગૌતમ બીટાઉનની સ્વીટ લુકીંગ ગર્લ કહેવાય છે. જો કે હવે આ સ્વીટ ગર્લ દિશા પટ્ટણીની જેમ બોલ્ડ ફેશન ટ્રાઇ કરી ભલભલી અભિનેત્રીઓને પછાડી રહી છે. હાલમાં યામીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેને જોતાજ દર્શકોનો પરસેવો છુટી જાય એટલી તે હોય અને બોલ્ડ લાગી રહી છે. ઇન્સ્ટા પિન્કમાં યામીએ શિમરી ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં નેટ લગાવેલી છે જે તેને વધારે આકર્ષક બનાવે છે. ફ્રન્ટ નેકલાઇન ડિઝાઇન ટીન વીની છે જે તેને બોલ્ડ લુક આપી રહી છે. યામીની અનોખી અદા આકર્ષણ જમાવી રહી છે.

યામી ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફેશન ટ્રાઈ કરી ચુકી છે કેટલીક તસવીરો યામીના ફોટોશૂટની છે. જેમા તે ખુબજ હોટ લાગી રહી છે. યામીના બોલ્ડ લુકે ચર્ચામાં છે. યામીએ સ્પેગટી ટોપમાં દર્શકો પર જાદૂ ચલાવ્યો હતો. યામી માત્ર ફોટોશુટમાં જ નહી પણ રિયલ લાઇફમાં પણ બોલ્ડ નેકલાઈન ડ્રેસ ટ્રાઇ કરી ચુકી છે.

યામી ગૌતમનું કહેવું છે કે બૉલીવુડમાં પોતાના પગ પર ઊભા થવું ખૂબ જ મુશ્કેલ છે. ‘વિકી ડોનર’, ‘કાબીલ’ અને ‘બાલા’ જેવી ફિલ્મોમાં યામીના કામના ખૂબ જ વખાણ થયા છે. યામી જાત મહેનતે ઉપર આવી છે અને તેના કરીઅરના ગ્રાફને લઈને તે ખુશ છે.

આ વિશે વધુ જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે મારો ખૂબ જ વિકાસ થયો છે. મારી ‘વિકી ડોનર’, ‘બદલાપુર’ અને ‘કાબીલ’ બાદ ‘સરકાર’ આવી હતી. આ ફિલ્મ નહોતી ચાલી, પરંતુ અમિતાભ બચ્ચનને કારણે આ ફિલ્મ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે. ઍક્ટર તરીકે મારો વિકાસ થયો છે, પરંતુ હું સ્ટાર બની ગઈ હોય એવું મને નથી લાગતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન