Yami Gautam loves hot yoga, know why?

યામી ગૌતમને પસંદ છે હોટ યોગા, જાણો કેમ ?

 | 9:46 am IST
  • Share

  • યામી ગૌતમનો આજે જન્મ દિવસ
  • 20 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કરિયર બનાવવા તે મુંબઈ આવી
  • યામીએ અભિનયની શરૂઆત એક કન્નડ ફિલ્મથી કરી 

યામી ગૌતમ ભારતીય ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ મૉડેલ છે. 28 નવેમ્બર, 1988માં બિલાસપુર, હિમાચલ પ્રદેશમાં યામીનો જન્મ થયો હતો. યામીનો ઉછેર ચંદીગઢમાં થયો હતો. યામીના પિતાનું નામ મુકેશ ગૌતમ છે. જે પંજાબી ફિલ્મ નિર્દેશક છે. માતા અંજલિ ગૌતમ જે હાઉસવાઇફ છે. તેના ભાઈનું નામ ઓજસ અને બહેનનું નામ સુરીલી છે, જે પંજાબી એક્ટ્રેસ છે. યામીએ થોડા સમય પહેલાં લેખક ને નિર્દેશક આદિત્ય ધર સાથે થોડા મહિના પહેલાં લગ્ન કર્યાં છે.  

યામી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેનું સપનું આઇએએસ બનવાનું હતું. તે જ્યારે લૉ ઓનર્સનો અભ્યાસ કરી રહી હતી ત્યારે તેણે ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. 20 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કરિયર બનાવવા તે મુંબઈ આવી ગઇ હતી. યામી ફેર એન્ડ લવલી જેવી અનેક જાહેરાતોમાં કામ કરી ચૂકી છે.  

યામી અનેક હિન્દી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે. એમાં સફળતા મેળવ્યા બાદ યામી ગૌતમે હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. યામીએ અભિનયની શરૂઆત એક કન્નડ ફિલ્મથી કરી હતી. તેની પહેલી હિન્દી ફિલ્મ વિક્કી ડોનર હતી. યામી તામિલ, કન્નડ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આયુષમાન ખુરાના યામીનો નજીકનો મિત્ર છે. યામી એક સારી પોેલ ડાન્સર છે. તેને 40 ડિગ્રી ગરમીમાં હોટ યોગા કરવાનું પસંદ કરે છે. ફિલ્મોમાં ઉમદા કામગીરી બદલ તેને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. તેને ઘરનું ઈન્ટીરિયર કરવું, વાંચવું અને સંગીત સાંભળવું ગમે છે. તે પોઝિટિવ વિચારોમાં વિશ્વાસ ધરાવે છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો