યાર્નબજારમાં ગરમાટો : વિવિધ ડેનિયરમાં રૂ. ૧થી ૨નો વધારો – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • યાર્નબજારમાં ગરમાટો : વિવિધ ડેનિયરમાં રૂ. ૧થી ૨નો વધારો

યાર્નબજારમાં ગરમાટો : વિવિધ ડેનિયરમાં રૂ. ૧થી ૨નો વધારો

 | 4:44 am IST

બિઝનેસ ટ્રેન્ડઃ રિદ્ધીશ સુખડિયા

દિવાળી બાદ એકંદરે સરેરાશ ચાલ જાળવી રાખનારા કાપડ અને યાર્ન માર્કેટમાં ક્રૂડ ઓઇલની અસરે બદલાવ જોવાયો છે. વર્ષ ૨૦૧૭ના વિદાયના અંતિમ દિવસોમાં ક્રૂડ ઓઇલમાં ભાવવધારાની અસરે રો- મટીરિયલ્સની કિંમતો ઊચકાતા યાર્ન બજારમાં પણ ગરમાટો આવી ગયો છે. યાર્નની કિંમતોમાં રૂપિયા ૧થી ૨નો વધારો જોવાયો છે.

જીએસટીના અમલ અને દિવાળી દરમિયાન ખાસ કોઇ ખરીદી નહિ રહેવાના કારણે બજાર નિરસ રહ્યા હતા. દરમિયાન પોંગલ નિમિતની પણ સિંઝન એકંદરે શુષ્ક રહેતા ઉદ્યોગકારોમાં હતાશા છવાઇ છે. આ તમામ પરિબળો વચ્ચે યાર્નબજારમાં અચાનક જોવા મળેલો ઉછાળો કાપડ ઉદ્યોગકારો માટે અનપેક્ષિત રહ્યો છે. વર્ષ ૨૦૧૭ની વિદાય વેળાએ યાર્નના ભાવમાં વધારો જોવાયો છે. વર્ષ પૂરં થાય અને નવા વર્ષ ૨૦૧૮નુ આગમન થાય તે પહેલા સેકન્ડલાઇન સ્પિનર્સ જૂથો દ્વારા યાર્નના વિવિધ ડેનિયરમાં વધારો કરવામાં આવ્યો છે. રો-મટિરિયલ્સની વધતી જતી કિંમતો સામે આ વધારો કરાયો હોવાનુ કારણ રજૂ થઇ રહ્યુ છે. સેકન્ડલાઇન્સ સ્પિનર્સ દ્વારા વિવિધ ડેનીયરમાં કરાયેલા વધારા બાદ શનિવારે લોકલ માર્કેટમાં ૭૮ ક્રિમ્પ રૂપિયા ૧૦૪, ૯૦ ક્રિમ્પ રૂપિયા ૧૦૧, ૮૦ ક્રિમ્પ રૂપિયા ૧૦૨, ૬૨ ક્રિમ્પ રૂપિયા ૧૦૭, ૮૦/૭૨ રોટો રૂપિયા ૯૫ની બેઝિક ભાવ સપાટીએ નોંધાયુ હતુ. ફેન્સી ફેબ્રિક્સમાં સરેરાશ ડિમાન્ડ રહી હોય, તેમા ઉપયોગમાં લેવાતા યાર્નમાં ડિમાન્ડ જોવાઇ છે. જેને કારણે તે યાર્નની કિંમતોમાં પણ વધારો થયો છે. ૧૬૦ ધૂપિયન રૂપિયા ૧૨૪, ૧૧૦ ધૂપિયન રૂપિયા ૧૩૪, ૨૪૫ ક્રેકલ રૂપિયા ૧૩૫, ૩૧૦ ધૂપિયન ૧૨૪ના બેઝિક ભાવે નોંધાયુ હતુ. સ્પિનર્સ જૂથ દ્વારા યાર્નની કિંમતમાં કરવામાં આવેલા વધારા સાથે યાર્ન ખરીદીમાં વિવર્સ દ્વારા પણ ધસારો કરાયો છે. યાર્ન માર્કેટમાં જોવા મળેલા ગરમાટા સામે ફેબ્રિકસ બજારમાં ખાસ કોઇ સુધારો જોવાયો નથી. હાલમાં તો ફેબ્રિકસમાં નિરસતા સામે યાર્નની કિંમતો વધતા વિવર્સ માટે ફેબ્રિકસમા નફાનો માર્જિન પ્રેશરમાં આવ્યો છે. પ્લેઇન કવોલિટીમાં નોંધપાત્ર ડિમાન્ડ રહી નથી. ફેન્સી ટોપડાઇડ કવોલિટી તથા ફેન્સી ફેબ્રિકસ કવોલિટીમાં સારી ડિમાન્ડ રહેવા પામી છે. પોંગલની ખરીદી નિરસ રહ્યા બાદ વર્ષ ૨૦૧૮નુ આગમન સારું રહે તેવો આશાવાદ વ્યક્ત કરાઇ રહ્યો છે. શિયાળાની વિદાય સાથે ઉનાળા માટેના વસ્ત્રો માટે ફેબ્રિકસની ડિમાન્ડ રહેવાનો અંદાજ છે.