Yashraj From Ahmedabad Won 25 Lakh In KBC
  • Home
  • Ahmedabad
  • અમદાવાદનો યશરાજ KBCમાં જીત્યો 25 લાખ રૂપિયા, એક ભૂલને કારણે ચુક્યો 50 લાખ

અમદાવાદનો યશરાજ KBCમાં જીત્યો 25 લાખ રૂપિયા, એક ભૂલને કારણે ચુક્યો 50 લાખ

 | 11:03 am IST

‘કૌન બનેગા કરોડપતિ’ની 10મી સીઝનમાં સોમવારનાં એપિસોડમાં ફાસ્ટેસ્ટ ફિંગરમાં સૌથી જલ્દી જવાબ આપીને હૉટ સીટ પર ગુજરાતનાં અમદાવાદનાં બોપલ વિસ્તારનો યશરાજ સિંહ ડોડિયા પહોંચ્યો હતો. યશરાજ સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો છે. રમતની શરૂઆત આમિર ખાનની ફિલ્મથી જોડાયેલા પ્રશ્ન સાથે થઈ હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન કાર સાથે જોડાયેલો હતો.

યશરાજે ઘણી જ સારી રમત દર્શાવી હતી. જો કે 14માં પ્રશ્નમાં તે અટકી ગયો હતો અને તેણે છેલ્લી બચેલી લાઇફલાઇનનો પણ ઉપયોગ કરી દીધો હતો, પરંતુ જોડીદારનાં રૂપે આવેલા તેમના પિતાએ સલાહ આપી કે તેણે ક્વિટ કરી દેવું જોઇએ.

ત્યારબાદ અમિતાભ બચ્ચને તે પ્રશ્નનો જવાબ આપ્યો. ચોંકાવનારી વાત એ હતી કે જે જવાબ યશરાજ વિચારી રહ્યો હતો હકીકતમાં તે જ સાચો ઉત્તર હતો. આવામાં જો યશરાજ પોતાનો જવાબ આપત તો તે 50 લાખ રૂપિયા જીતી શકતો હતો, પરંતુ આ શૉમાંથી તે 13માં પ્રશ્નનો સાચો ઉત્તર આપીને 25 લાખ રૂપિયા જીત્યો હતો.