આ પાકિસ્તાની બોલરે 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આ પાકિસ્તાની બોલરે 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ

આ પાકિસ્તાની બોલરે 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ

 | 4:23 pm IST

અબૂધાબીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનના ફિરકી બોલર યાસિર શાહે એક કમાલની ઉપલબ્ધિ મેળવી છે. લેગ સ્પિનર યાસિરે આ મેચમાં ક્વિી ટીમની બીજી ઈનિંગ દરમિયાન પોતાની ટેસ્ટ કરિયરમાં 200મી વિકેટ ઝડપીને ઈતિહાસ રચી નાંખ્યો છે. આમા કમાલની વાત તે છે કે, હવે તે દુનિયાનો સૌથી ફાસ્ટ 200 વિકેટ લેનાર બોલર બની ગયો છે.

યાસિર શાહે આ ઉપલબ્ધિ મેળવીને 82 વર્ષ જૂનો ક્લેરી ગ્રિમેટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સંજોગોવશાત ઓસ્ટ્રેલિયાના ગ્રિમેટ પણ લેગ સ્પિનર જ હતા. તેમને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ જ્હોનિસબર્ગમાં પોતાની 36મી ટેસ્ટ મેચમાં 200મી વિકેટ ઝડપી હતી. 32 વર્ષના યાસિર શાહે પોતાની 33મી ટેસ્ટ મેચમાં આ કારનામું કર્યું છે.

યાસિર શાહ હાલમાં જોરદાર લયમાં ચાલી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આ સિરીઝમાં અત્યાર સુધીમાં 27 વિકેટ મેળવી ચૂક્યો છે. બીજી ટેસ્ટમાં 184 રન આપીને 14 વિકેટ ઝડપીને તેને પાકિસ્તાન માટે બીજી વખત સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. યાસિરની શાનદાર બોલિંગની મદદથી પાકિસ્તાન સિરીઝમાં 1-1ની બરાબરી કરવામાં સફળ રહ્યું છે.