Yatradham Pavagadh temple opened for Darshan from today, arrangements were made in the temple as per the guideline
  • Home
  • Featured
  • શક્તિપીઠ પાવાગઢ જતાં શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટા સમાચાર, આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો…

શક્તિપીઠ પાવાગઢ જતાં શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટા સમાચાર, આ અહેવાલ વાંચીને જવાની હિમ્મત કરજો નહીં તો…

 | 9:59 am IST

ભૂતકાળમાં ક્યારેય ના બન્યું હોય એમ દેશભરના યાત્રાધામો કોરોના નામની મહામારીના લીધે જાહેર થયેલ લોકડાઉનના લીધે બંધ કરી દેવા પડ્યા હતા અને ભગવાનને જાણે 3 મહિનાનો ભક્તો સાથેનો નાતો તોડી દેવાયો અને આવી જ રીતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જે એક શક્તિપીઠ કહેવાય છે એ પણ છેલ્લા 100 દિવસ ઉપરાંતથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું જે હવે અનલોક ચાલુ થતા મહાકાળીના ભક્તો માટે આજથી ખુલ્લું મૂકી દેવાયું છે. પ્રથમ દિવસે વરસાદી માહોલ વચ્ચે ભક્તોની નહિવત ચહલ પહલ જોવા મળી હતી. તેમજ વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર શરુ કરી શક્યા નહોતા.

51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ યાત્રાધામ જ્યાં માં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. ઉંચા ડુંગર પર બિરાજમાન મહાકાળી માતા કોરોના મહામારીના લીધે ભક્તોથી 3 મહિના સુધી દૂર રહ્યા બાદ આજથી ભક્તોને પોતાના દર્શન આપવાનું શરૂ કરેલ છે. જોકે દેશભરના યાત્રાધામ પાવાગઢ પહેલા દર્શન માટે ખુલ્લા મૂકી દેવાયા હતા. પરંતુ પાવાગઢ ખાતે મંદિરના રીનોવેશનના કામને લઇ થોડું મોડું એટલે કે આજથી ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવેલ છે.

જોકે હાલ પણ પાવાગઢ ખાતે મોટા પાયે રીનોવેશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ 100 દિવસ ઉપરાંત બંધ રહ્યા બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવાનો નિર્ણય લેવાયો છે અને એ પણ કોવિડ-19ની ગાઈડ લાઈન અનુસાર જેમાં સૅનેટાઇઝર, મોઢા પર માસ્ક ફરજિયાત તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના નિયમો સાથે આજથી મંદિર ભક્તો માટે શરૂ કરી દેવાયું છે. જોકે પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી નહોતી, ભક્તોએ અહીં માતાજીના ચરણોમાં શીશ નમાવીને દેશ અને દુનિયાને કોરોનાની મહામારીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરી હોવાનું જણાવતા હતા.

જોકે પાવાગઢ ખાતે પ્રથમ દિવસે વરસાદી વાતાવરણના કારણે વાતાવરણ એકદમ આહલાદક લાગતું હતું. પરંતુ કોરોના મહામારીનો ડર એવો તો જણાતો હતો કે પાવાગઢ ખાતે હાલ તો ગણ્યા ગાંઠ્યા યાત્રાળુઓ આવેલ જણાતા હતા જયારે એક તરફ કોરોના માટેની સાવચેતી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં પ્રસાદ નાળિયેર કે ચૂંદડી જેવી સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાતા અહીંના સ્થાનિક વેપારીઓને માટે લોકડાઉનની અસર હજુ ચાલુ જ રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે યાત્રાધામમાં જે કોઈ વેપારીઓ છે તે પ્રસાદ, શ્રીફળ, ચૂંદડીના જ હોવાથી વેપારીઓને પોતાના ધંધાને ચાલુ કરવા હજુ રાહ જોવી પડશે.

આજે જયારે પાવાગઢ યાત્રાધામ ફરીથી ભક્તો માટે ખુલી ગયેલ છે ત્યારે આવનાર દિવસોમાં ભક્તોની સંખ્યામાં વધારો થાય એવી આશા રાખવામાં આવી રહી છે. જોકે પ્રથમ દિવસે પૂરતી સાવચેતી સાથે યાત્રાધામ ભક્તો માટે ખુલ્લું મુકાયું છે, ત્યારે ભક્તોને ઉંચા ડુંગર પર પહોંચાડવા માટેનું માધ્યમ ઉડન ખટોલા દ્વારા પર કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે સંપૂર્ણ કાળજી લેવાઈ રહી હતી.

જુઓ આ પણ વીડિયો: ક્રાઇમ એલર્ટમાં જુઓ ગુજરાતની ગુનાખોરીનો રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન