year-2019-will-be-very-much-lucky-who-have-born-under-effect of digit-3
  • Home
  • Astrology
  • વર્ષ 2019 ત્રણના મૂળાંક વાળા માટે નિવડશે અદભૂત લક્કી, ક્યો છે તમારો મૂળાંક

વર્ષ 2019 ત્રણના મૂળાંક વાળા માટે નિવડશે અદભૂત લક્કી, ક્યો છે તમારો મૂળાંક

 | 5:17 pm IST

જો તમારી જન્મતારીખ 3, 12, 21 હોય તો તમારા માટે ખુશીના સમાચાર છે. આ વર્ષ તમારા જીવનમાં અતિ મહત્વપૂર્ણ અને શુભ સાબિત થશે. વર્ષ 2019એ 3ના મૂળાંક વાળું વર્ષ છે. આ ઉપરાંત, જેનો ડેસ્ટિની નંબર ત્રણ હોય તેને માટે પણ આ વર્ષ અવશ્ય સારું જશે જ. તમને અવશ્ય ફાયદો થશે જ. આ ઉપરાંત જો તમે એવું વેહિકલ ધરાવતા હોય, કે એવો કે મોબાઈલ નંબર ધરાવતા હોય કે પછી એવા ઘરમાં રહેતા હોય તો જે મૂળભૂત રીતે 3 હોય હોય કે ત્રણ અંક આવતો હોય. તો તમારા માટે આ વર્ષ બેહદ લક્કી નિવડશે. તમારો મૂળાંક શું છે જાણી લો અહિં…

સામાન્ય રીતે જો જન્મ તારીખનો સરવાળો કર્યા પછી છેવટનો અંક 3,12, કે 21 આવતો હોય તો તમે પણ તમે ત્રણ અંક ધરાવતા વ્યક્તિ છો. આ ઉપરાંત જો તમે કોઈ પણ મહિનાની 3જી, 12મી કે 21મી તારીખે જન્મેલા હોય તો પણ તમે ત્રણ મૂળાંક ધરાવો છો. વર્ષ 2019ની વાત કરીએ તો 2++0+1+9=12(1+2)=3 થાય. આમ વર્ષ 2019 એ 3 મૂળાંક ધરાવતું વર્ષ છે. તે જરીતે ધારો કે તમારી જન્મ તારીખ 17-10-1995 છે તો તમારો મૂળાંક 1+7+1+0+1+9+9+5=33=6 તો તમારો ડેસ્ટિની નંબર 6 થશે મૂળાંક 8(1+7) થશે.

તો તમારો ભાગ્યાંક લે લકી નંબર પણ ત્રણ હોય તો તમારે માટે પણ આ વર્ષ ચોક્કસપણે સારું નિવડશે. વળી આ ઉપરાંત 6 અને 9 અંક ધરાવનારા માટે પણ આ વર્ષ વિશેષ નિવડશે. કારણ કે 3,6,9 એ ત્રણેય એવા અંકો છે કે જે ઈન્ટર રિલેટેડ છે અને એકબીજાના સાથ વિના રહેતા નથી. આ ત્રણ નંબરમાંથી જો એક પણ નંબર ધરાવનારા કોઈ મુસીબતમાં હોય તો અન્ય નંબર ધરાવનારા તેમની મદદ કર્યા વગર રહી શકતા નથી. આથી કહી શકાય છે કે 3,6,9,12,15, 18, 21, 24, 27,30 તારીખે જન્મ હોય કે મકાન નંબર હોય કે જન્મ વર્ષ હોય કે મોબાઈલનંબરનો મૂળાંક કે છેલ્લાં બે આંકડા આવતા હોય તેના માટે પણ આ વર્ષ ચોક્કસ શુભ નિવડશે.

હવે થોડી વાત કરીએ વર્ષ 2019 વિશે.
વર્ષ 2019 એ 3ના મૂળાંક વાળું વર્ષ છે એ તો તમે જાણ્યું. ત્રણ અંક પર નૈસર્ગિક શુભ ગ્રહ ગુરુની અસરો જોવા મળે છે. જો વિગતવાર કરીએ તો 2019 એટલે કે 2 એટલે ચંદ્ર, 0-, 1 એટલે સૂર્ય અને 9 એટલે કે ઈશ્વર પોતે. આમ આ ગ્રહો અને ઈશ્વરના આધિપત્યનું વર્ષ છે. જેનો મૂળાંક 3 થાય છે જે ગુરુની અસર તળે આવશે.  

આથી આ વર્ષે જો તમે 3 મૂળાંક ધરાવતા હોય કે તેને સંલગ્ન અંકોથી પ્રભાવિત હોય તો તમારા માટે આ વર્ષ પારિવારિક બાબતો સાથે સંકળાયેલું રહેશે. આ ઉપરાંત તમે આ વર્ષે નિર્ણાયક ભૂમિકામાં જોવા મળશો. તમે આ વર્ષે ધાર્મિક, સાત્વિક, દાર્શનિક અને રિસર્ચના કામમાં વ્યસ્ત રહેશો.

જીવનમાં બૌદ્ધિક ઉર્જા ભરીને જીવનને ખુશહાલ બનાવશે. તમારામાં દયાભાવના દેખાશે, એટલે તમે કોઈનું દુઃખ નહીં જોઈ શકો. જો તમે આ વર્ષે સામાજિક કામમાં ભાગ લેશો તો સફળતાની ટોચ પર પહોંચી શકો છો. જો તમે આ વર્ષે અનૈતિક કાર્ય કરશો તો જરૂર પછડાશો, તમારે કર્મના ભોગવટા માટે તૈયાર રહેવું પડશે. જો તમે કોઈ ઉચ્ચ પદ પર હોય અને લાંચ લેવા જશો તો પકડાઈ શકો છો. જો તમે ગુરુ સંબંધિત કાર્યથી જોડાયેલા હોય અને વિવેક બુદ્ધિથી આગળ વધશો તો આ વર્ષ, અધ્યાપ, લેખન, સરકારી નોકરી, વકીલાત, શિક્ષક, જજ, ક્લાર્ક, સચિવ, નેવીની નોકરી, કાન અને નાક, હૃદયના ડોક્ટર માટે, સંચાલન માટે સ એડિટિંગ માટે, જ્થ્થાબંધ વેપારી માટે, પૂજા- અર્ચના, પૂજા ભંડાર, પાનની દુકાન, કરિયાણાની દુકાન, હોટેલ, મોટેલ વ્યવસાય, મીઠાઈની દુકાન, ફિલ્મ મેકિંગ, જમીનની દલાલી, જ્વેલર્સ વક્તા, નેતા, શેરબજાર કે સલાહકાર ક્ષેત્રે સંકળાયેલા હશો તો જરૂર ફાવશો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનારા સફળ નિવડી શકે છે. વેપારી વર્ગની આવક વધશે. માર્ચ, જૂન અને ડિસેમ્બરમાં તમારો બિઝનેસ ખૂબ વિકસશે.

ફાઈનાન્સ કેટલાંક લોકો માટે માર્ચ અને જૂનનો મહિનો અચાનક લાભદાયી સાબિત થઈ શકે છે. એપ્રિલમાં લેવડ દેવડથી બચો. અનાવશ્યક ખર્ચા ઘટાડો નહીં તો બજેટ બગડી શકે છે.

આરોગ્ય હવામાન બદલાય તો વાઈરલ બિમારી લાગી શકે છે. જૂના રોગ ફરી ઉથલો મારી શકે છે. ખાવા પીવામાં સાવધાની રાખો. પાઈલ્સ અને હ્રદય રોગી ખાસ સાવધાન રહો.

લવ અફેર પ્રેમી વર્ગ માટે આ વર્ષ મોજ મસ્તીનું રહેશે. તમારા તાલમેલને કારણે જીવનમાં ખુશીઓ આવશે.

 મૂળાંક ત્રણવાળા લોકો માટે માર્ચ, જૂન સપ્ટેમ્બ અને ડિસેમ્બર મહિનો શુભ રહેશે. જ્યારે જાન્યુઆરી, એપ્રિલ, ઓગસ્ટ, નવેમ્બર મહિનો સામાન્ય રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન